સુરતમાં કામદારોને પગાર નહીં આપનાર કંપનીઓ પર શ્રમ વિભાગનો સપાટો, કંપનીઓને નોટિસો ફટકારવામાં આવી

કોરોના વાયરસને લઈને એક બાજુ સુરત શહેરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ડાયમંડ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રમાંથી પગાર ન ચુકવાયો હોવાની રાવ ઉઠી છે. આ ફરિયાદના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને પગાર ન ચુકવનારી કંપનીઓને નોટિસો પાઠવવાની શરૂઆત કરી છે. સુરતમાં પગાર ન ચુકવનારી કંપનીઓની યાદી તૈયાર થઈ રહી છે. લેબર વિભાગે આવી 120 કંપનીઓ અને સંસ્થાઓની યાદી બનાવી છે. કર્મચારીઓને પગાર ન આપનારી 3 કંપનીને શૉ-કોઝ નોટિસ અને 65 કંપનીઓનો નોટિસ ફટકારવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ કંપનીઓમાં કાપડ ઉદ્યોગ, ડાયમંડ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. કર્મચારીઓની ફરિયાદ બાદ લેબર કમિશનરે લૉકડાઉન અંતર્ગત પગાર ન ચુકવનારી કંપનીઓને નોટિસ ફટકારી છે.

લોકડાઉનમાં બંધ કંપનીઓએ કારીગરોને પગાર ચૂકવવા રાજ્ય સરકારની જાહેરાત છતાં ટેક્સટાઇલ-ડાયમંડ કંપનીઓએ માર્ચ અને એપ્રિલનો પગાર ચુકવ્યો ન હતો લેબર કમિશનરને ફરિયાદ કરી 120 કંપનીઓની યાદી ત્યાર કરવામાં આવી હતી વિભાગે પ્રારંભિક તબક્કે 65 જેટલી ડાયમંડ કંપનીઓને નોટીસો ફટકારી હતી. પરંતુ જે કંપનીઓએ સંદતર 23 માર્ચથી અત્યાર સુધી લોકડાઉનનો પગાર ચુકવ્યો નથી. તેવી શહેરની 3 ડાયમંડ કંપનીઓને ડેપ્યુટી લેબર કમિશનર જી.એલ.પટેલે શો-કોઝ નોટીસ ફટકારી છે.

નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે તમારી સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફોજદારી કાર્યવાહી શા માટે ન કરવી અને લોકડાઉનનો પગાર ચુકવવા શું વ્યવસ્થા કરી છે. તેનો દિન-7માં ખુલાસો માંગ્યો છે. શ્રમ અધિકારીએ આકાર ડાયમંડ, જી. એન. બ્રધર્સ અને નાઇન જેમ્સને શો-કોઝ નોટીસ ફટકારતા હીરા ઉદ્યોગમાં ફફડાટનો માહોલ ઉભો થયો છે.

દરમિયાન સુરત શહેરમાંથી પરપ્રાંતીયો અને રાજ્યના અન્ય જિલ્લામાં વસતા લોકોનું સ્થળાંતર શરૂ છે. મંદીના આ માહોલમાં બજારો બંધ છે, અર્થતંત્રને પાટે ચડાવાનું અભિયાન ક્યારે શરૂ થશે તેની કોઈ માહિતી નથી. તેવામાં લોકોને સમયસર પૈસા મળે તે માટે હવે કંપનીઓ પર દબાણ લાવવા માટે સરકારે કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની શ્રમ આયુક્તની કચેરી દ્વારા આદેશ આપવામાં આવ્ય છે કે, ખાનગી સંસ્થાઓ અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓને કોરોના વાયરસના કારણે ગેરહાજર રહેતો તેમના પગાર કાપી શકાય નહીં. શક્ય હોય તો કર્મચારી ઘરેથી કામ કરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે એકમ બંધ કરવાની ફરજ પડે તો કર્મચારીને હાજરી ગણીને પગાર આપવાનો રહેશે. થોડા દિવસો પહેલા જ સુરતની અશ્વની કુમાર રોડ પર આવેલી એક ડાઇંગ મિલના કર્મચારીઓ પગારની માગણીને લઈને રસ્તા પર ઉતર્યા હતા અને શ્રમિકોએ થાળી વગાડીને વિરોધ નોંધાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો