L&Tએ કોરોના સામેની લડતમાં રૂ. 150 કરોડ અને ટોરેન્ટ ગ્રુપ રૂ. 100 કરોડની સહાય કરશે
એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શનની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટર્બો (L&T)એ કોવિડ-19 સામે લડવા માટે પીએમ રાહત ફંડમાં 150 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તે સાથે જ કંપનીએ 1.60 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની મદદ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તો, કંપનીના ચેરમેન એ એમ નાયકનું કહેવું છે કે અમે આ મુશ્કેલ સમયમાં આપણા દેશ સાથે ઊભા છીએ. સાથે જ તેમણે કહ્યું કે, અમે અમારા દેશવાસીઓની દરેક પ્રકારે મદદ કરીશું.
કંપનીના ચેરમેન એ એમ નાયકે કહ્યું છે કે, ‘અમે અમારા ટ્રેનિંગ સેન્ટરને મેડિકલ વોર્ડમાં બદલવાનો વિચાર કરી રહ્યા છે. તો આવા સમયમાં માની શકાય છે કે કંપનીના આ પગલાંથી સરકાર અને મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ્સને ઘણી મદદ મળશે. સાથે જ કોરોના વાયરસને રોકી શકાશે.’
ગુજરાતની બે જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ આજે કોરોના માટે વિવિધ સહાયની જાહેરાત કરી હતી. ટોરેન્ટ ગ્રુપ દ્વારા રૂ. 100 કરોડની સહાય કરવામાં આવશે જયારે ઇન્ટાસ ફાર્મા કોરોના વાઇરસ સામેની લડતને સઘન બનાવી 40,000થી વધુ હેલ્થકેર વર્ક્સને સાંકળીને વિશ્વમાં સૌથી વ્યાપક સ્તરે ઇન્ટરવેન્શનલ કોવિડ-19 ટ્રાયલ માટે હાડ્રોક્સિક્લોરોક્વિનની ૨૦ લાખ જેટલી ટેબલેટ્સ આપવામાં આવશે. આ સિવાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટૂબ્રો પ્રધાનમંત્રી રાહત ભંડોળ અને અન્ય પ્રવૃતિઓ માટે રૂ. 150 કરોડ ખર્ચ કરશે. મેનકાઈન્ડ ફાર્માએ કોવિડ-19 રાહત ભંડોળ માટે રૂ. 51 કરોડનું સહાય કરવાનું વચન આપ્યું છે.
ટોરેન્ટ ગ્રુપ ગ્રાઉન્ડ લેવલે કામ કરતા લોકોને સહાય કરશે
ટોરેન્ટ ગ્રુપે કોરોના સામેની લડતના ભાગ રૂપે રૂ. 100 કરોડની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી હતી. આમાંથી પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂ. 50 કરોડ આપવામાં આવશે. આ ઉપરાંત સરકારી દવાખાનામાં મફત દવા, રાજ્યોના રાહત ફંડમાં સહાય, હેલ્થકેર વર્કર્સને જરૂરી સાધનો પુરા પાડવા અને લોકડાઉનમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતાકર્મચારીઓને પુરતું વેતન અને અન્ય સહાય પાછળ રૂ. 50 કરોડ ખર્ચ કરવામાં આવશે.
ઇન્ટાસ ફાર્મા કોરોનાની દવા પર અભ્યાસ હાથ ધરાશે
ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બિનિશ ચુડગરે કહ્યું કે, યુકે એનએચએસને જનરિક મેડિસિન્સ સપ્લાય કરતી સૌથી વિશાળ સપ્લાયર કંપની ઇન્ટાસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સમર્થનમાં હાથ ધરાયેલા અભ્યાસમાં સાથ આપ્યો છે. આ અભ્યાસ હાડ્રોક્સિક્લોરોક્વિન નામની દવાના ઉપયોગથી કોવિડ-19ની રોકથામ અંગેનો છે, આ દવા કોવિડ-19ની રોકથામ અને/અથવા તેનાં લક્ષણો ઓછાં કરવામાં અસર કરી શકે છે. આ વૈશ્વિક કોપકોવ અભ્યાસમાં 40,000 ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સ સામેલ છે, જેઓ કોવિડ-19 દર્દીઓની સંભાળ લઈ રહ્યા છે. આ અભ્યાસ ટૂંક સમયમાં શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

