કચ્છનાં ખેડૂતની મહેનત રંગ લાવી! ખેડૂતે ઠંડા પ્રદેશમાં ઉગતા સિમલાના સફરજન કચ્છનાં ધોમધખતા તાપમાં ઉગાડ્યા,
આપણે એવું તો સાંભળ્યું છે કે, માણસ ધારે તે કરે અને એવુ પણ સાંભળ્યુ છે કે, કુદરત આગળ માણસ પાંગળો છે. આ બંન્ને વાતોથી કચ્છનો ખેડૂત આગળ નીકળી ગયો છે. કચ્છનાં ખેડૂતે ઠંડા પ્રદેશમાં ઉગતા સિમલાના સફરજન કચ્છનાં ધકધકતા તાપમાં ઉગાડ્યા છે. આ કોઇ ચમત્કાર નથી પરંતુ ખેડૂત શાંતિલાલ દેવજીભાઇ માવાણીની વર્ષોની મહેનતનું પરિણામ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ખેડૂત શાંતિલાલ દેવજીભાઇ માવાણીએ છેલ્લા પાંચ વર્ષથી કચ્છનાં વાતાવરણમાં સફરજન ઉછેરવાનો પ્રયત્ન કરતા હતા. હિમાચલના ઇટાલિયન વેરાયટીનાં રેડ ડિલિસિયર સફરજનના રોપાને શૂન્ય ટેમ્પરેચર હોય તો માફક આવે છે. પરંતુ ટીસ્યુકલચર કરેલ રોપાને 45 ડીગ્રીની આસપાસ ટેમરેચર હોયતો માફક આવી જાય છે.સફરજનના ઝાડને વાધારે તડકો ન લાગે એ માટે બે મિટરની ગ્રીન નેટ બેાથી ત્રણ ફૂટ બાંધીને છાયડો કરવામાં આવે છે. આની પર બે વર્ષમાં ફળ આવી જાય છે. શરૂઆતમાં એક ઝાડ પર વાધારેમાં વાધારે પાંત્રીસાથી છત્રીસ સફરજન આવે છે. આવતા વર્ષાથી ફળમાં વાધારો થશે તેમ તેમણે જણાવ્યુ હતુ.
ખેડૂતના જણાવ્યા પ્રમાણે, આ સફરજનના રોપા હિમાચલ પ્રદેશમાંથી લઈ આવીને અહીં વાવેતર કર્યું છે. હિમાચલાથી ખીરસરા(રોહા) પહોંચતા આ એક રોપો 280 રૂપિયામાં પડયો છે. આમા બે પ્રકારના રોપા એક બીજમાંથી સિડલિંગ દાણામાંથી ઉછેરવામાં આવતો રોપા જે 100 રૂપિયામાં આવે છે. જ્યારે સફરજનના ઝાડના મુળિયામાંથી લેબોરેટરીમાં ટીસ્યુકલચરમાંથી બનાવેલ રોપ 250 રૂપિયામાં મળે છે.
આ ઝાડની ઊંચાઈ દશ ફૂટની હોય છે. જેનું વાવેતર દસ બાય દસના અંતરે કરવામાં આવે છે. આ રોપાની ખાસિયત એ છે કે બે વર્ષ બાદ તેમાં ફાલ આવી જાય છે. જયારે સિડલિંગ કરેલા રોપાના ઝાડ મોટા થાય છે. જેના કારણે બે રોપા વચ્ચે અંતર રાખવુ પડે છે. સફરજનના છોડને વહેતુ પાણી જોઈએ છે જે ડુંગરાળ કે પથરાળ જમીન વાધારે માફક આવે છે અહીં કચ્છમાં આવી જમીનના હોવાથી આ ઝાડની બાજુમાં માટીની ઉંચી બેડ બનાવવામાં આવે છે. જેથી પાણીનો ભરાવો થતો નાથી. ખીરસરા ગામનું 750થી 900 ટી.ડી.એસ.નુંપાણી છે. જે આ સફરજનના પાકને માફક આવી ગયું છે. હાલ કોઈ વધારાની માવજત નાથી કરવી પડતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

