કચ્છમાં બની હૃદયદ્વાવક ઘટના: પિયર આવેલી યુવતી ભાગી જતાં આખા પરિવારને ઉકળતા તેલમાં હાથ નાખવા મજબૂર કરાયો

કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પરિવારના છ સભ્યોને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે અસહ્ય પીડામાંથી પસાર થવુ પડ્યુ હતું. કચ્છના આ ગામમાં પરિવારના લોકોને ઉકળતા તેલમાં આંગળીઓ નાખવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઉલ્લેખનીય છે કે આ ભયાવહ ઘટના મંગળવારના રોજ રાપર તાલુકાના ગેડી ગામમાં બની હતી. પીડિતો પર અત્યાચાર ગુજારવાના આરોપસર પોલીસે સાત લોકો સામે ગુનો નોંધ્યો છે. કેસની માહિતી અનુસાર, સાત આરોપીઓમાંથી એક તાનો ઢેલાની પત્ની પોતાના માતા-પિતાના ઘરે ભક્તાવાડી ગામમાં ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, લગભગ બે મહિના પહેલા પોતાના માતા-પિતાના ઘરે ગયેલી આ મહિલા અન્ય યુવક સાથે ભાગી ગઈ હતી, જેના કારણે બે પરિવારો વચ્ચે વિવાદ સર્જાયો હતો.
મંગળવારના રોજ, તાનો અને તેના પરિવારના લોકોએ હીરા કોળીના પરિવારને સમાધાન કરવા અને મુદ્દાનું નિરાકરણ લાવવા માટે બોલાવ્યા હતા. રાપરના પોલીસ ઈન્સપેક્ટર પી.એન.ઝીંઝુવાડિયા જણાવે છે કે, આરોપીને શંકા છે કે હીરા કોળી અને તેના પરિવારે મહિલાને ભાગવામાં મદદ કરી છે. જ્યારે કોળી પરિવાર આ દાવાને ફગાવી રહ્યો છે. નિર્દોષતા સાબિત કરવા માટે કોળી પરિવારને તેમના હાથ ઉકળતા તેલમાં નાખવા મજબૂર કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોળી પરિવાર સાથે આ પ્રકારનું કૃત્યુ પૂર્વાયોજિત હતું. જ્યારે પરિવાર આરોપીના ઘરે પહોંચ્યો ત્યારે ગરમ તેલ તૈયાર જ હતું. કોળી પરિવારને ડર હતો કે જો તેઓ આરોપીની સૂચનાનું પાલન નહીં કરે તો ગામ લોકોની ટીકાનો સામનો કરવો પડશે. આ કેસમાં સોંડા ઢેલા, લિમડા ઢેલા, રાણીમલ ઢેલા, તાનો ઢેલા, ભિખા પુના અને કાના રત્નાની અટકાયત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો