‘માસિક ધર્મમાં રહેલી મહિલાના હાથે તમે રોટલા ખાઇ જાશો તો કૂતરા, બળદનો જ અવતાર મળશે’ કૃષ્ણસ્વરુપદાસ સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન

થોડા દિવસ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત કચ્છના ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં 68 દીકરીઓ સાથે થયેલાં ગેરવર્તણૂંકથી સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. માસિક ધર્મમાં હોવા અંગે તપાસ કરવા સંચાલકોએ વોશરૂમ( બાથરૂમ)માં લઈ જઈ દીકરીઓના કપડાં ઉતરાવી ચેક કરાવ્યા હતા. હવે આ મુદ્દે વિવાદ વકર્યો છે. કચ્છના ભુજમાં સ્વામીનો વિવાદાસ્પદ એક વીડિયો વાયરલ થયો છે. વિવાદાસ્પદ વીડિયોમાં સ્વામીજી મહિલાઓ સાથે ભેદભાવ દર્શાવતા બોલ બોલી રહ્યા છે.

આ સ્વામીજીનું નિવેદન સાંભળીને સૌ કોઈનું લોહી ઉકળી શકે છે. સ્વામીજીનું પોતાના ભાષણમાં માસિક ધર્મને લઈ કથામાં કરેલું સંબોધન વાયરલ થયું છે. તેમણે જણાવ્યું કે, માસિક ધર્મમાં હોય તે મહિલાના હાથે ભોજન ન કરવું જોઈએ. આવી મહિલાના હાથે ભોજન કરવાથી કુતરા, બળદનો અવતાર મળે છે. આ નિવેદન બાદ સ્વામીજી અહેવાલોમાં ટીકાના પાત્ર બન્યા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કચ્છના ભુજમાં શ્રી સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતી 68 દીકરીઓના માસિક ધર્મની તપાસ માટે કપડા કઢાવવાની ઘટનાની શ્યાહી હજી સૂકાઇ નથી ત્યાં ભુજ મંદિરના જ સ્વામી કૃષ્ણસ્વરૂપ દાસજીએ સ્ત્રીઓના માસિક ધર્મને લઇને કરેલી વાતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામી કહે છે કે, સ્ત્રી માસિક ધર્મ સમયે તેના હાથનો બનાવેલ રોટલો જો કોઇ પુરૂષ કે તેનો પતિ ખાય તો તેનો બળદમાં અવતાર આવે છે. ત્યારે ખરેખર સવાલ એવો ઉભો થાય છે કે, સ્વામીજીને શું આવી વાત કરવી શોભે છે ?

આજે સહજાનંદ ગર્લ્સ કોલેજના વકરેલા વિવાદ મામલે ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામિએ નિવેદન આપ્યું હતું. જેણા કારણે તેઓ અહેવાલોની હેડલાઈન બન્યા હતા. તેઓએ કહ્યું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કામ ન કરવા જોઇએ. આ સમયે ઘરનું કામ કરવાથી અનિષ્ટ થાય છે. એકવાર તમે માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના તમે રોટલા ખાઇ જાઓ એટલે બીજો અવતાર બળદનો જ છે. હવે તમને જે લાગવું હોય તે લાગે આ શાસ્ત્રની વાત છે. સ્વામીના આ વિવાદિત વીડિયોને લઇને પણ વિવાદ શરૂ થઇ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો