સંપત્તિ માટે પુત્ર બન્યો શેતાન: સાંભળીને જ ધ્રુજી જવાય તેવો બનાવ, જે મા-બાપે કાળી મજૂરી કરી મોટો કર્યો તેમની જ હત્યા કરી પુત્ર ફરાર

સંપત્તિની લાલચમાં એક યુવક એટલો તો અંધ થઈ ગયો કે તેણે પોતાના માતાપિતા (Parents)ની હત્યા કરી નાખી. માતાના ધાવણનું ઋણ ઉતારવાને બદલે કળયુગી પુત્ર (Son)એ માતાને જ યમલોક પહોંચાડી દીધી. બાળપણમાં જેનો હાથ પકડીને મોટો થયો હતો તેવા પિતાના માથાને ડંડો મારીને ફોડી નાખ્યું. લોહીથી લથપથ બનેલા માતાપિતાને આ નારાધમ જોતો રહ્યો પરંતુ એકવાર પણ તેમને હૉસ્પિટલ (Hospital) લઈ જવાનો વિચાર ન કર્યો. માતાપિતાની હત્યા બાદ નરાધમ પુત્ર ફરાર થઈ ગયો છે. પોલીસ (Police) હાલ તેની શોધખોળ કરી રહી છે.

આ બનાવ ઉત્તર પ્રદેશના કોતવાલી દેહાત ક્ષેત્રના દુલ્હાપુર હનુમંતનગર ગામનો છે. અહીંની વસ્તી લગભગ બે હજાર જેટલી છે. મંગળવારે ત્રણ વાગ્યે માયારામ અને તેમની પત્નીની હત્યા બાદ ગામમાં આક્રોશનો માહોલ છે. ગામના લોકોના મોઢે દંપતીના હત્યારા સોહન માટે ખરાબ વેણ નીકળી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે માયારામ અને તેમની પત્ની મુન્ની-દેવી ખેતી કામ કરીને ગુજરાતન ચલાવતા હતા. માયારામને બે પુત્રો હતો. જેમાંથી સોહન જલંધર રહેતો હતો અને કામ કરતો હતો. જોકે, લોકડાઉનને કારણે તે ગામમાં આવીને રહેવા લાગ્યો હતો. જોકે, માતાપિતા અને ભાઈ સાથે સોહનને જરા પણ બનતું ન હતું. આથી તેણે ગામમાં બીજું ઘર બનાવ્યું હતું.

માયારામના નામે ગામમાં ત્રણ વિઘા જમીન હતી. જેમાંથી સોહન પોતાનો ભાગ માંગી રહ્યો હતો. સોહનનો નાનોભાઈ રામમૂર્તિ તેની સાસરીમાં રહેતો હતો. સોહન સતત જમીનની માંગણી કરી રહ્યો હતો પરંતુ માયારામ પોતે જીવે ત્યાં સુધી જમીન સોહનના નામે કરવા માંગતા ન હતા. રામમૂર્તિ પણ સોહનને જમીન આપવામાં આવે તેવું ઈચ્છતો ન હતો.

સોહન અને રામમૂર્તિએ જેમની સાથે લગ્ન કર્યાં હતા તે બંને સગી બહેનો છે. ગામ લોકોના કહેવા પ્રમાણે સોહનને ગામના લોકો સાથે પણ ભળતું ન હતું. એટલે સુધી કે સાસરીમાં પણ તેના સારા સંબંધો ન હતો. બીજી તરફ કલાવતી અને રાધાદેવી બંને સગી બહેનો હોવા છતાં બંનેને બનતું ન હતું. મંગળવારે વિવાદની શરૂઆત પણ બંને બહેનો વચ્ચે થયેલા ઝઘડાથી થઈ હતી.

બંને બહેન વચ્ચે થયેલા ઝઘડા બાદ સોહન ખેતર પર આવ્યો હતો અને રામમૂર્તિની પત્નીને માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન સોહનની માતા પુત્રવધૂને બચાવવા માટે વચ્ચે પડી હતી. આ દરમિયાન સોહને લાકડાના ડંડા વગે તેની માતા અને પિતાને ઢોર માર માર્યો હતો. મારને કારણે બંને ખેતર પર જ ઢળી પડ્યા હતા. મારા માર્યા બાદ સોહન ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. માયારામ અને મુન્નીદેવીને સારવાર માટે હૉસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં સારવાર દરમિાયન બંનેનું નિધન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો