સાવધાન ભારતમાં 50% મહિલાઓ સર્વાઈકલ કેન્સરનો શિકાર, તેના લક્ષણો જાણો અને શેર કરો

બ્રેસ્ટ કેન્સર પછી ભારતમાં 50% મહિલાઓ સર્વાઈકલ કેન્સર સામે લડી રહી છે, આ ખતરનાક બીમારી સર્વાઈકલમાં ફેલાઈ લિવર, બ્લેડર, યોનિ, ફેફસા અને કિડની સુધી પહોંચી જાય છે. મહિલાઓને આ બીમારી કોઈ પણ ઉંમરે થઈ શકે છે. પણ 35થી 45 વર્ષથી વધુની મહિલાઓ પર આનો ખતરો વધારે રહે છે.

આ કેન્સર ગર્ભાશય ગ્રીવાથી શરૂ થઈને ધીરે ધીરે શરીરના બીજા અવયવોમાં ફેલાતુ જાય છે. રિપોર્ટ અનુસાર સર્વાઇકલ કેન્સરને કારણે દર વર્ષે લગભગ 63,000 મહિલાઓના મોત થઈ જાય છે. આનું સૌથી મોટુ કારણ મહિલાઓ આ રોગથી બહુ જાગૃત નથી તે છે. સામાન્ય લક્ષણો જોવા મળે તો તાત્કાલીક ઈલાજ કરાવવો જરૂરી છે. કેમકે ફર્સ્ટ સ્ટેજમાં આનો ઈલાજ કરી શકાય છે.

કઈ મહિલાઓ પર હોય છે વધારે ખતરો?

જે મહિલાઓ વધારે પ્રમાણમાં ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે, અસુરક્ષિત યૌન સંબંધ બાંધે છે, આલ્કોહોલ અને સિગારેટનું સેવન કરે છે એવી મહિલાઓ પર આનો ખતરો વધી જાય છે. આ સિવાય ગર્ભાધારણ સમયે એચપીવી સંક્રમણને કારણે મહિલાઓ આની શિકાર થઈ જાય છે. આ બીમારીનું સૌથી મોટુ કરાણ જગૃતતા ન હોવી તે પણ છે.

સર્વાઈકલ કેન્સરના લક્ષણ

પીરિયડ્સ અનિયમિત આવવા એક મોટુ કારણ છે કેટલીક મહિલાઓ આને ખુબજ સામાન્ય લેતી હોય છે પણ ઘણીવાર પીરિયડ્સ અનિયમિત થવા પાછળ ગંભીર બીમારી પણ હોઈ શકે છે.

અસામાન્ય રક્તસ્ત્રાવ

શારીરિક સંબંધ અને મોનોપોઝ પછી વધારે પ્રમાણમાં જો રક્તસ્ત્રાવ થાય કે ખુબજ દર્દ થવુ સર્વાઈકલ કેન્સરનો સંકેત હોઈ શકે છે.

વ્હાઈટ ડિસ્ચાર્જ

યોનિમાંથી વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યાને સામાન્ય સમજીને મહિલાઓ ઇગ્નોર કરે છે, પણ આ સર્વાઈકલ કેન્સરનો સંકેત હોઈ શકે છે.

વારંવાર યૂરિન આવવુ

વારંવાર યૂરિન આવવાથી અને યૂરિન કરવાથી દર્દ થવાનો મતલબ છે કે કેન્સર તમારી યૂરિનની થેલી સુધી ફેલાઈ ચુક્યુ છે. આથી આવા લક્ષણો દેખાય તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરો.
પેટના નીચેના ભાગે દર્દ કે સોજો આવવો

જો તમને અચાનક અસહ્ય દર્દ થાય તો કે પછી સોજો આવવા લાગે તો કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર તાત્કાલીક ડૉક્ટરનો સંપર્ક કરો.

વધારે પડતો થાક લાગવો

કામ કરીને થાક લાગવો સામાન્ય બાબત છે પણ જો તમને વધારે પડતો થાક લાગે તો આ ચિંતાનો વિષય છે. હેવી બ્લિડિંગ કે અસહ્ય દર્દ આ તમામ લક્ષણોથી સમજો કે તમારા શરીરમાં કોઈ વસ્તુ અસામાન્ય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો