શું તમને ડાયાબિટીસ છે? તો બપોરે જમતી વખતે ડાયેટમાં સામેલ કરો આ ચીજ, મળશે અઢળક ફાયદાઓ, જાણો અને શેર કરો

જો તમે ડાયાબિટીસનાં દર્દી છો, તો જાણો ક્યા પ્રકારનો ખોરાક તમારા માટે ફાયદાકારક રહેશે.

ડાયાબિટીસનાં દર્દીઓએ લાઈફસ્ટાઈલની સાથે સાથે પોતાના ખાનપાનમાં પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. જો તમે જરાક પણ બેદરકારી કરી, તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. ડાયાબિટીસનાં દર્દીઓ માટે એ જાણવું જરૂરી છે કે ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ અને ક્યા ખોરાનું સેવન ન કરવું જોઈએ. આવામાં આજે અમે તમને જણાવશું શુગર પેશન્ટનાં બપોરાના ડાયેટ વિષે. તો આવો જાણીએ ડાયાબિટીસનાં દર્દીઓએ બપોરની થાળીમાં ક્યા ખોરાકને સામેલ કરવો જોઈએ.

અનાજ અને દાળ
ડાયાબિટીસનાં દર્દીઓએ બપોરના ખાવામાં અનાજ અને દાળનો સમાવેશ ચોક્કસથી કરવો જોઈએ. આના સેવનથી ડાયાબિટીસનાં દર્દીઓને પોટેશિયમ, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળે છે.

લીલા શાકભાજી
શુગર પેશન્ટ જો પોતાના ડાયેટમાં લીલા શાકભાજીનો સમાવેશ કરે જેવાકે મેથી, પાલક, દુધી, તુવેર અને કારેલા, તો તે તેમના માટે ખૂબ ફાયદાકારક રહેશે. આ બધા શાકભાજીમાં ઓછી કેલરી અને વધારે પોષક તત્વો હોય છે. સાથે જ તેમાં એંટી ઓક્સીડંટ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

દહીં
દહીં ખાવું તો ઘણા લોકોને અત્યંત પસંદ હોય છે. જો થાળીમાં દહીં મળી જાય તો ખાવાની મજા જ ડબલ થઇ જાય છે. આ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. ખાસકરીને શુગરનાં દર્દીઓ માટે તો આ ખૂબ જ ફાયદાકારક છે. તમે દહીં બપોરના ભોજનમાં જરૂર સામેલ કરો. આમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને ઘણા પોષકતત્વો હોય છે. આ સાથે જ તેમાં સીએલએ પણ હોય છે, જે બ્લડ શુગરને ઘટાડવામાં મદદરૂપ છે. સાથે જ વજન ઘટાડવાથી લઈને ઈમ્યૂનીટી મજબૂત કરવામાં પણ સહાયતા આપે છે.

ઈંડા
ડાયાબિટીસ પેશન્ટ બપોરના ભોજનમાં ઈંડાનો સમાવેશ કરી શકે છે. શુગર પેશન્ટ રોજ એક ઈંડાનું સેવન કરે, તો તેનાંથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા ફાયદાઓ થશે. તેમના પ્રોટીન સિવાય એમીનો એસીડ પણ હોય છે, જે તમને હેલ્ધી રાખવાની સાથે સાથે શુગર લેવલ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો