સવારે ઉઠતા વેંત જ છીંક આવવાનું શરૂ થઈ જાય છે તો અપનાવો આ ઘરેલૂ ઉપાયો, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જ છીંક આવવાનું શરૂ થઈ જાય છે. આ છીંક સતત આવતી રહે છે. આ સમસ્યા એલર્જીના કારણે જોવા મળે છે. તેને મેડિકલ ભાષામાં એલર્જિક રાઈનાઈટિસ કહે છે. એલર્જિક રાઈનાઈટિસ એલર્જેનના કારણે થતી સામાન્ય સમસ્યા છે. તેના કારણોમાં ધૂળ, પેટ્સના વાળ, ગંધ, સ્પ્રે, ભેજ, પ્રદૂષણ હોઈ શકે છે. અનેકવાર સીઝનના પ્રભાવના કારણે પણ મુશ્કેલી સર્જાય છે.

આ બાબતોના કારણે વધે છે અસર
નાક શ્વાસની સાથે પ્રવેશ કરનારા ધૂળના રજકણો અને હાનિકારક પદાર્થને સીધા જ શરીરમાં પ્રવેશ કરવાથી રોકે છે. પણ જ્યારે આ કણ હાનિકારક પદાર્થ કોઈ રીતે શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે શરીર તેના માટે પ્રતિક્રિયા કરે છે. એવામાં છીંકના રૂપમાં તે પ્રતિક્રિયા સામે આવે છે. તાપમાનમાં ઉતાર ચઢાવ, ઠંડી, સિગરેટનો ધુમાડો વગેરેના સંપર્કમાં આવવુ, અત્તર, કોલોન, લાકડા કે કોલસાના ધુમાડાના કારણે આ સમસ્યાને વધારવાનું કામ કરે છે.

છીંક સિવાયના આ લક્ષણો પણ મળે છે જોવા

  • ખાંસી અને ગળામાં ખરાશ
  • શરદીનો અનુભવ થવો
  • સતત માથું દુઃખવું
  • આંખની નીચે કાળા કુંડાળા થવા
  • વધારે પડતો થાક લાગવો
  • એક્ઝિમા અને પિત્તની સમસ્યા

જાણી લો દેશી ઉપાયો

એલર્જિક રાઈનાઈટિસ સામાન્ય થાય તો હળવું ભોજન લો અને સાધારણ મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરો. આ સાથે હૂંફાળું પાણી પીઓ.

1/4 ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી વાઈન રૂટ પાવડર, દોઢ ચમચી છીણેલું આદુ અને 10-12 તુલસીના પાન. આ તમામ ચીજને એક કપ પાણીમાં મિક્સ કરો અને ધીમા ગેસે ઉકાળો. અડધું પાણી થાય એટલે તેને પી લો. તેને રોજ સવારે અને સાંજે પીવાથી ઘણો આરામ મળે છે.

1 કપ પાણીમાં અડધી ચમચી હળદર અને ચપટી સિંધવ મીઠું મિક્સ કરો અને તેને પીવાથી આરામ મળે છે. હળદરમાં રહેલા એન્ટી એલર્જિક, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રાઈનાઈટિસથી લડવામાં મદદ મળી શકે છે.

આમળા પાવડરને 1 ચમચી મધની સાથે દિવસમાં 2 વાર લો. આ સિવાય ફૂદીનાના પાનની ચા પીઓ. તેનાથી ઘણી રાહત મળી શકે છે.
1 લિટર પાણીને ઉકાળીને તેમાં થોડું કપૂર મિક્સ કરીને 10-15 મિનિટ સુધી સ્ટીમ લો. નાસ લેવાથી તમને ઘણે અંશે આરામ મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો