તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ

જો તમારા એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા છે અથવા તો ઓનલાઇન બેન્કિંગ કરો છો તો તમારે ફ્રોડ અથવા અનાધિકૃત ટ્રાન્જેક્શનને લઇને 3થી 7 દિવસના નિયમને યાદ રાખવો જોઇએ. ભારતીય રિઝર્વ બેન્કે બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સ અથવા કસ્ટમરના હિતોની રક્ષા માટે આ અંગે 6 જુલાઇ 2017એ સર્ક્યૂલર જારી કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે એકાઉન્ટમાંથી અનાધિકૃત ટ્રાન્જેક્શન અથવા ફ્રોડ થાય તો કસ્ટમરે શું કરવું જોઇએ જેનાથી તેને નુકસાન ન થાય અને બેન્ક તેનું વળતર ચુકવે.

બેન્કને 3 દિવસમાં આપો ફ્રોડ અંગે જાણકારી
રિઝર્વ બેન્કના સર્ક્યૂલર અનુસાર તમારા બેન્ક એકાઉન્ટથી અનાધિકૃત ટ્રાન્જેકશન અથવા ફ્રોડ થયું છે તો તમારે બેન્કના કોઇપણ માધ્યમથી તેની સુચના મેળવીને ત્રણ દિવસની અંદર બેન્કને આ અંગે જાણકારી આપવી જોઇએ. જો તમે આવું કરો છો તો આ મામલે તમારી ઝીરો લાયબિલિટી થશે. જો અનાધિકૃત ટ્રાન્જેકશન અથવા ફ્રોડ તમારી ભૂલ અથવા બેદરકારી નહીં હોય તો બેન્ક તમારા નુકસાનનું વળતર ચુકવશે.

4 થી 7  દિવસની વચ્ચે જાણકારી આપી તો ગણાશે તમારી લિમિટેડ લાયબિલિટી
તમારા બેન્ક એકાઉન્ટથી અનાધિકૃત ટ્રાન્જેકશન અથવા ફ્રોડ થયું છે અને તમે બેન્કને 4થી 7 દિવસની અંદર જાણકારી આપી છે તો આ મામલે તમારી લિમિટેડ લાયબિલિટી ગણાશે. એટલે કે તમારે અનાધિકૃત ટ્રાન્જેકશનની વેલ્યુનો એક હિસ્સો સહન કરવો પડશે. જો બેન્ક એકાઉન્ટ બેઝિક સેવિંગ બેન્કિંગ ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે ઝીરો બેલેન્સ છે તો તમારી લાયબિલિટી 5 હજાર રૂપિયા હશે. એટલે કે જો તમારા બેન્ક એકાઉન્ટમાંથી 10 હજાર રૂપિયાનું અનાધિકૃત ટ્રાન્જેકશન થયુ છે તો બેન્ક તમને 5 હજાર રૂપિયા પરત કરશે. બાકીના 5 હજાર રૂપિયાનું નુકસાન તમારે ભોગવવું પડશે.

સેવિંગ એકાઉન્ટ પર કસ્ટમરની લાયબિલિટી હશે 10 હજાર
જો તમારું સેવિંગ એકાઉન્ટ છે અને તમારા એકાઉન્ટમાં અનાધિકૃત ટ્રાન્જેકશન છે તો તમારી લાયબિલિટી 10 હજાર રૂપિયા હશે. એટલે કે જો તમારા એકાઉન્ટમાંથી 20 હજાર રૂપિયાનું અનાધિકૃત ટ્રાન્જેકશન થયું છે તો બેન્ક તમને 10 હજાર રૂપિયા આપશે. બાકીના 10 હજારનું નુકસાન તમારે ભોગવવું પડશે.

કરન્ટ એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ પર કેટલી હશે લાયબિલિટી
જો તમારા કરન્ટ એકાઉન્ટ અથવા 5 લાખ રૂપિયાથી વધારેની લિમિટના ક્રેડિટ કાર્ડથી અનાધિકૃત ટ્રાન્જેકશન થાય છે તો આવા કિસ્સામાં તમારી લાયબિલિટી 25 હજાર રૂપિયા હશે. એટલે કે તમારા એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયા અનાધિકૃત ટ્રાન્જેકશન થયું છે તો બેન્ક તમને 25 હજાર રૂપિયા જ આપશે. બાકીના 25 હજાર રૂપિયાનું નુકસાન તમારે ભોગવવું પડશે.

7 દિવસ બાદ બેન્કને જાણકારી આપી તો શું થશે
જો તમે તમારા બેન્ક એકાઉન્ટમાંથી અનાધિકૃત ટ્રાન્જેકશનની જાણકારી બેન્કને 7 દિવસ બાદ કરી તો તે બેન્કના બોર્ડ પર છે કે આ મામલે તે તમારી લાયબિલિટી કેવી રીતે નક્કી કરે છે. બેન્ક ઇચ્છે તો આવા મામલામાં તમારી લાયબિલિટીને માફ પણ કરી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો