ઘરે જ બનાવો લસણનું અથાણું.. ખાવાની પડી જશે મજા, જાણો બનાવવાની સરળ રીત

ભોજનનો સ્વાદ વધાર માટે લોકો ખાવામાં લસણ ઉમેરે છે. તેમા એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિઅલ અને એન્ટી ફંગલ તત્વ રહેલા છે. લસણને શાકના મસાલામાં પીસીને, વઘાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આજે આપણે લસણનું અથાણું બનાવીશું. લસણની તાસીર ગરમ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લસણનું અથાણું..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સામગ્રી

  • ૨૫૦ ગ્રામ – લસણની કળી
    ૧ ચમચી – લાલ મરચું પાઉડર
  • ૧ ચમચી – હળદર
  • ૧ ચમચી – મેથી દાણા
  • ૧ ચમચી – શેકેલું જીરૂ
  • ૧ ચપટી – હીંગ
  • ૧ ચમચી – રાઈ
  • ૨ ચમચી – વિનેગર
  • ૧/૨ ચમચી – વરિયાળી
  • ૧૦૦ ગ્રામ – સરસોનું તેલ
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ તેલને ગરમ કરીને રાખો. હવે લસણની કળીને ધોઇને તડકામાં સૂકવી દો. એક મોટા વાસણમાં લસણ, હળદર અને મીઠું ઉમેરી એક કાચની બરણીમાં ભરીને તડકામાં મૂકી દો. 5-7 દિવસ પછી કાચની બરણીમાં લાલ મરચું, મેથી દાણા પાઉડર, વરિયાળી પાઉડ, શેકેલા જીરાનો પાઉડર, રાઇ, હીંગ અને વિનેગર ઉમેરી બરાબર મિકસ કરી લો. તેમા સરસોનું તેલ ઉમેરો. આ બરણીને તમે 15 દિવસ સુધી ઢાંકણ બંધ કરીને રાખી દો. જેથી લસણમાં દરેક મસાલા અને વિનેગર બરાબર ચઢી જાય. તૈયાર છે સ્વાદિષ્ટ લસણનું અથાણું.. લસણના અથાણાને બનાવીને તમે તેને જેટલા દિવસ વધારે રાખી મૂકશો તો તેનો સ્વાદ બમણો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો