પેશાબમાં ઈન્ફેક્શન કે બળતરા થાય તો તરત જ કરો આ 5 ઘરેલૂ ઉપાય, દવાઓ વિના જ થઈ જશે ઠીક

ગરમી, બફારો અને ચોમાસામાં ઘણાં લોકોને પેશાબમાં બળતરાની સમસ્યા થતી હોય છે પણ લોકો તેના પર વધુ ધ્યાન આપતા નથી. તો તેના માટે આજે જાણી લો બેસ્ટ 5 ઉપાય.

ઘરેલૂ ઉપાયથી આ સમસ્યાને તરત જ મટાડો
આ સમસ્યા થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં પેશાબ માર્ગે સંક્રમણ, કિડની સ્ટોન અને ડિહાઈડ્રેશન મુખ્ય કારણો છે. ઘણીવાર ગરમ તાસીરવાળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી પણ આ સમસ્યા થાય છે. જેથી આજે અમે તમને ઘરે જ પેશાબમાં બળતરાની તકલીફને દૂર કરવાના કેટલાક ઉપાય જણાવીશું.

વિટામિન સી
વિટામિન સીથી ભરપૂર ફળો એટલે કે સિટ્રિક ફ્રૂટ પેશાબમાં સંક્રમણ પેદા કરતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે. સાથે પેશાબમાં બળતરાને પણ દૂર કરે છે. તેના માટે એલચી અને આમળાનો ચૂર્ણ સમાન ભાગમાં લઈને પાણીમાં મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

દાડમ
નિયમિત દાડમ ખાવાથી અથવા તેનો જ્યૂસ પીવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં આરામ મળે છે. આ સિવાય ફાલસા પણ આ તકલીફમાં લાભકારી છે. સવાર-સાંજ અડધી ચમચી હળદર ફાંકવાથી પણ આરામ મળે છે.

સ્વચ્છતા
પેશાબની જગ્યાએ કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય તે માટે તે જગ્યાને સ્વસ્છ રાખવી જરૂરી છે. સાથે જ નિયમિત એ જગ્યાને સાફ કરતાં રહેવું અને અંડર ગારમેન્ટ્સ ઉનાળામાં દિવસમાં બેવાર બદલી લેવા.

પાણી અને નારિયેળ પાણી
શરીરમાં પાણીની કમીને કારણે પેશાબનો રંગ પીળો થઈ જાય છે અને બળતરા થવા લાગે છે. જેથી આખા દિવસમાં ભરપૂર પાણી પીવાની આદત રાખો. સાથે નારિયેળ પાણીનું સેવન પણ ડિહાઈડ્રેશન અને પેશાબની બળતરાને ઠીક કરવામાં મદદ કરે છે. તમે ઈચ્છો તો નારિયેળ પાણીમાં ગોળ અને ધાણાં પાઉડર મિક્સ કરીને પણ પી શકો છો.

કાકડી
કાકડીમાં અઢળક ગુણો રહેલાં છે. તે શીતળ અને પાચક હોવાને કારણે તેનું સેવન કરવાથી પેશાબમાં બળતરાની સમસ્યામાં આરામ મળે છે અને પેશાબ પણ છૂટથી થાય છે. કાકડીના ક્ષારીય તત્વ મૂત્રાશયના પ્રોપર ફંક્શનમાં મદદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો