ચોમાસામાં જાંબુ ખાશો તો સામાન્યથી લઈને ગંભીર બીમારીઓ રહેશે દૂર, જાંબુના ફાયદા જાણો અને શેર કરો

ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર-ઠેર લારીઓ પર જાંબુ ઉમટી પડે છે. જોકે, જાંબુ ખાવાના ફાયદાઓ પણ અગણિત છે. આ સિઝનમાં જાંબુ ખાઈ લેવાથી અનેક રોગો અને બીમારીઓમાં રાહત મળે છે. ચાલો જાણીએ ફાયદા.

આ ઋતુમાં જાંબુ ખાવાથી અનેક રોગો દૂર રહે છે
ચોમાસુ એટલે સંક્રમણની ઋતુ. ચોમાસુ આવે એટલે જાત-જાતની બીમારીઓ પણ તેની સાથે આવે છે, જેની સામે રક્ષણ માટે આપણી પાસે ઔષધીઓનો ખજાનો હોય છે. બસ જરૂર હોય છે તો માત્ર તેના ગુણોને પારખીને તેને યોગ્ય રીતે અજમાવવાની.

ચોમાસાનું ખાસ ફળ જાંબુ એક એવું ફળ છે જે અનેક ગુણોથી સભર છે અને જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ઘણા રોગોથી છુટકારો મળી શકે છે. જાબું ન માત્ર એક ફળ છે પણ તે ઘણી મોટી મોટી બીમારીઓનો રામબાણ ઈલાજ પણ છે. તેનો મેડિસીન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

  • જાંબુનું શરબત બનાવીને પીવાથી ડાઇજેશન સારું રહે છે.
  • જાંબુમાં સિંધાલૂણ મિક્સ કરીને ખાવાથી ડિહાઇડ્રેશનમાં ફાયદો થાય છે.
  • જાંબુના ઠળિયાને વાટીને તેનાથી દાંત સાફ કરવાથી દાંત અને પેઢાંની પ્રોબ્લેમ દૂર થાય છે.
  • રોજ જાંબુ ખાવાથી બોડીને એવા અનેક ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે જેનાથી અનેક બીમારીઓ દૂર થાય છે.
  • ભૂખ ન લાગતી હોય તો થોડા સમય માટે ખાલી પેટે જાંબુ ખાવો થોડા જ દિવસોમાં ફાયદો જોવા મળશે
  • જાબું ખાવાથી કબજિયાત અને પેટના રોગ દુર થાય છે.
  • જાંબુનો રસ મોના ચાંદા મટાડે છે.
  • જાંબુમાં વિટામિન સી સારાં પ્રમાણમાં હોય છે. જેથી તેને ખાવાથી ઈન્ફેક્શનનો ખતરો દૂર રહે છે.
  • જાંબુમાં એન્ટીકેન્સર ગુણો રહેલાં છે. જેથી તેનું સેવન કરવાનું કેન્સર થવાનો ખતરો ઘટે છે.
  • ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ અને તેના ઠળિયા અનેક રીતે લાભકારી છે. તે બોડીમાં બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે.

આટલું ધ્યાન રાખો

જાંબુમાં એસિડની માત્રા વધુ હોય છે. તેને ખાલી પેટ ખાવાથી પેટમાં એસિડ લેવલ વધે છે. તેનાથી એસિડિટી થઈ શકે છે. એટલે જમ્યાં પછી જ જાંબુ ખાવા ફાયદાકારક હોય છે.. જાંબુ ખાધા પછી ક્યારેય દૂધનું સેવન કરવું નહીં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો