જાણો કોરોના પોઝિટિવ દર્દી કેટલા દિવસ પછી બીજા વ્યક્તિમાં વાયરસનો ફેલાવો કરી શકતો નથી

કોરોના મહામારીમાં સ્વાસ્થ્ય મંત્રાલયે પણ જાહેર કરી દીધું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને આવવાથી કોઈ રોકી શકે તેમ નથી. તેવામાં લોકોની ચિંતા પહેલા કરતા વધી ગઈ છે. વાયરસને રોકવા માટે ભલે વેક્સીન પ્રોગ્રામ ચાલી રહ્યો હોય પરંતુ મ્યૂટેશન પછી કોવિડના નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે જે ઘણા ઘાતક હોવાનું જણાવાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વાયરસ ભલે એક વર્ષ જૂનો થઈ ગયો છે પરંતુ તેને લઈને ઘણા બધા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. જેમ કે તમે જાણો છો કે કોવિડ એક વ્યક્તિમાંથી બીજામાં ફેલાય છે અને આ રીતે તેના ટ્રાન્શમિશનની ચેન ચાલતી રહે છે. આ દિવસોમાં તમામ લોકોના મગજમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે બીજી લહેરમાં સંક્રમિત થયેલો વ્યક્તિ કેટલા દિવસ બાદ બીજા વ્યક્તિને સંક્રમિત કરી શકતો નથી. કોવિડ-19થી સંક્રમિત થયાના 10 દિવસ પછી સંક્રમિત વ્યક્તિ દ્વારા બીજા કોઈને સંક્રમણ ફેલાઈ શકે તેમ નથી. એટલા માટે જ એક્સપર્ટ લોકોને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપે છે.

ક્વોરન્ટાઈનના સમય દરમિયાન જો કોઈ સંક્રમિત વ્યક્તિમાં સતત 3-4 દિવસો સુધી તાવ અથવા અન્ય લક્ષણ જોવા નથી મળતા તો તે સંક્રમિત વ્યક્તિ સ્વસ્થ છે અને તેણે રિપોર્ટ કરાવવાની જરૂર નથી પરંતુ તેણે તેના આઈસોલેશનના 14 દિવસ પૂરા કરવા જ પડશે જેથી તે આગળ જતા ફરીથી કોરોના સંક્રમિત ના થઈ શકે. વાયરસના સંપર્કમાં આવ્યાના 10 થી 14 દિવસની અંદર જ સંક્રમિત વ્યક્તિના શરીરમાં એન્ટી બોડી બનવાની શરૂ થઈ જાય છે.

સ્ટડીમાં એ પણ સામે આવી ચૂક્યું છે કે કોરોના સંક્રમિત દર્દી 9 દિવસ પછી બીજા કોઈ વ્યક્તિમાં વાયરસનો ફેલાવો કરી શકતો નથી. કરવામાં આવેલી સ્ટડી પ્રમાણે કોવિડ સંક્રમિત વ્યક્તિની અંદર હાજર વાયરસની 9 દિવસ પછી સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. નેશનલ સેન્ટર ફોર ઈન્ફેકશીયસ ડીસીઝે પણ કહ્યું છે કે કોરોનાનો દર્દી 10 દિવસ પછી સંક્રમણથી મુક્ત થઈ જાય છે. કોરોના સંક્રમિત વ્યક્તિ તેની શરૂઆતના દિવસોમાં જ બીજાને સંક્રમિત કરે છે, તેની જ રીતે જેમનામાં કોઈ લક્ષણ ન હોવા છત્તાં સંક્રમિત છે તેવા લોકો પણ શરૂઆતમાં જ બીજાને ચેપ લગાડી શકે છે આથી શરૂઆતમાં દિવસોમાં સંક્રમિત વ્યક્તિએ આઈસોલેટ થવું જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો