કેરળ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પાયલટ દીપક સાઠે Sword of Honorથી સન્માનિત હતા, લોકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી

કોઝિકોડની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પાયલટ દીપક સાઠેને લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એરફોર્સના બેકગ્રાઉન્ડ અને પોતાના કુશળ એવિએશન એક્સપેરિયન્સના દમ પર દીપકે કોઝિકોડમાં વિમાનને બચાવવાના પુરતા પ્રયત્નો કર્યા, પરંતુ આ તમામ પ્રયત્ન છતા દીપક વિમાન અકસ્માતના શિકાર થઈ ગયા અને આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

‘સ્વૉર્ડ ઑફ ઑનર’થી સન્માનિત

એર ઇન્ડિયા માટે કામ કરનારા દીપક એક જમાનામાં એરફોર્સ એકેડેમીના હોનહાર કેડેટ તરીકે જાણીતા હતા. દીપક સાઠેને પોતાની કાબિલિયતના દમ પર એરફોર્સ એકેડેમીનું પ્રતિષ્ઠિત ‘સ્વૉર્ડ ઑફ ઑનર’ સન્માન મળ્યું હતુ. એરફોર્સની નોકરી બાદ દીપકે એર ઇન્ડિયા કૉમર્શિયલ સર્વિસ જોઇન કરી લીધી હતી. દીપક દેશના એ ગણ્યા-ગાંઠ્યા પાયલટમાંથી હતા જેમણે એર ઇન્ડિયાના એરબસ 310 વિમાન અને બોઇંગ 737ને ઉડાવ્યું હતુ.

એર ઇન્ડિયાના શાનદાર પાયલટ્સમાંથી એક હતા

એર ઇન્ડિયાના ઑફિસરો પ્રમાણે દીપક એર ઇન્ડિયાના શાનદાર પાયલટ્સમાંથી એક હતા. કોઝિકોડના અકસ્માત બાદ દરેક જણ તેમને યાદ કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે એર ઇન્ડિયાએ એક અત્યંત કાબિલ અધિકારી ગુમાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે કોઝિકોડ એરપોર્ટ ભૌગોલિક રીતે ‘ટેબલટૉપ’ છે જેને લેન્ડિંગ માટે ખતરનાક માનવામાં આવે છે. ભૌગોલિક રીતે કોઝિકોડ એરપોર્ટ ‘ટેબલટૉપ’ છે. આનો મતલબ છે કે રનવેની આસપાસ ખાઈ હોય છે. ટેબલટૉપમાં રનવે ખત્મ થયા બાદ આગળ વધારે જગ્યા નથી હોતી. આ કારણે કોઝિકોડમાં રનવે પર ફસક્યા બાદ વિમાન ખાઈમાં પડ્યું, જ્યાં તેના 2 ટૂકડા થઈ ગયા.

189 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા

ડીજીસીએના પ્રમાણે એર ઇન્ડિયા એક્સપ્રેસ AXB1344, બોઇંગ 737 દુબઈથી કાલીકટ આવી રહ્યું હતુ. વિમાનમાં 189 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આ અકસ્માતમાં 16 લોકોનાં મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો