કોણ છે પોલીસ સામે બાથ ભીડનાર જામિયાની પોસ્ટર ગર્લ્સ? સોશિયલ મીડિયામાં હીરો થયેલી બંને યુવતીની અસલ હકીકત જાણો

નાગરિકતા સંશોધન કાયદાને લઇને જામિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીમાં થયેલા વિરોધનો એક વીડિયો જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે યુવતીઓ તેના સાથીની ઢાલ બની પોલીસથી તેને બચાવી રહી છે. આ બંને યુવતીઓના નામ છે લદીદા શખલૂન અને આઇશા રૈના. આ બંને યુવતીઓએ નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ જબરદસ્ત પ્રદર્શન કર્યું અને લાઠીચાર્જ સમયે તેના મિત્ર શાહિન અબદુલ્લાને પોલીસના મારથી બચાવ્યો. આ પછી આ બંને યુવતીઓ જામિયા પ્રદર્શનની પોસ્ટર ગર્લ્સ બની ગઈ છે. લોકો તેની પોલીસ સામેની હિંમત અને સાહસની પ્રશંસા કરી રહ્યા છે.પરંતુ જો તમે થોડું પણ બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિસર્ચ કરશો તો સમજાશે કે અસલમાં આ બંને યુવતીઓ હિરો છે કે કેમ?

તો સૌથી પહેલા વાત કરીએ લદીદા શખલૂનની. લદીદાના ફેસબુક એકાઉન્ટ પર નજર કરતા તેની પ્રોફાઇલ ઘણું કહી જાય છે. કેરળની લદીદાના વિચારોમાં સ્પષ્ટપણે ચરમપંથી દૃષ્ટીકોણ જોવા મળે છે. તે છેલ્લાં ઘણાં સમયથી તેની ફેસબુક પોસ્ટમાં ઈસ્લામ અને જેહાદ વિશે કટ્ટરપણે લખી રહી છે. તેની એક પોસ્ટમાં તે સ્પષ્ટપણે કહે છે કે અમારી વફાદારી માત્રને માત્ર અલ્લાહ માટે છે અને અમે તમારી ધર્મનિરપેક્ષતાની વાતોને ક્યારનીયે છોડી દીધી છે. તો બીજી એક પોસ્ટમાં લદીદા લખે છે કે ઈસ્લામને સમજવા જેહાદ વિશે શીખવું પણ જરૂરી છે. એટલું જ નહીં લદીદાની ઘણી પોસ્ટમાં તેના ચરમપંથી વિચારો જાણી શકાય છે જે ડરામણાં અને લોકોને ભડકાવવા માટે કાફી છે.

અને હવે વાત કરીએ બીજી પોસ્ટર ગર્લ આઇશા રૈનાની. વીડિયોમાં પોલીસ સામે હિંમત બતાવતી આ ગર્લ આઇશા રૈના છે. તેની આ તસવીર એક આઇકન બની ચૂકી છે. લોકો તેને અન્યાય વિરૂદ્ધ લડનારી એક બહાદૂર યુવતી ગણાવી રહ્યા છે. પરંતુ આ પહેલા જો તમે આઇશાના ફેસબુક એકાઉન્ટ પર જઈને નજર કરશો તો તેની ઘણી પોસ્ટમાં આતંકીઓ પ્રત્યે તેની સહાનુભૂતિને જોશો. આવી જ એક પોસ્ટમાં તે આતંકી યાકુબ મેમણને ફાંસીની સજા અંગે દુખ જતાવી લખે છે કે ‘મને માફ કરજો, હું આ ફાસીસ્ટ સરકાર સામે મજબૂર છું, હું માત્રને માત્ર શોક વ્યક્ત કરી શકુ છું’

આઇશા વિશે થોડું વધુ રિસર્ચ કરવામાં આવે તો ખબર પડે છે કે તેના પતિનું નામ અફઝલ રહેમાન છે. અને તે પણ એક આતંકી સપોર્ટર છે.અફઝલે સંસદ હુમલાના આતંકી અફઝલ ગુરૂને ફાંસી થતાં તેનો ફોટો શેર કરી લખ્યું હતુ ‘સત્તા વિરૂદ્ધ એક વ્યક્તિનો સંઘર્ષ’.એક બાજુ આવા લોકો સરકાર પર ભાગલા પડાવવા, હિંદુત્વ અને લોકોને ભડકાવવા જેવા આરોપ લગાવે છે, અને બીજી બાજુ પોતે જ કટ્ટરપંથી વિચારસરણી ધરાવતા હોય છે. એવામાં વિચારવા જેવી વાત એ છે કે નાગરિકતાની આડમાં થઈ રહેલી હિંસા પાછળ અસલમાં જવાબદાર કોણ છે, સરકાર કે પછી આવા લોકો?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો