32 વર્ષથી બ્રિટનનો યુવાન વીરપુર આવી સ્વયંસેવકની ફરજ બજાવે છે, બ્રિટનમાં ચલાવે છે બાપાના નામનું અન્નક્ષેત્ર

બ્રિટનના વેલ્સ શહેરનો યુવાન છેલ્લા 32 વર્ષથી જલારામધામ વીરપુર બાપાના દર્શને આવે છે અને પોતાના શહેરમાં પણ તેણે બાપાના નામનું અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. આ યુવાન પણ અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં બ્રિટનથી અહીં આવી સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યો છે. જ્યાં તે ભૂખ્યાને ભોજન કરાવે છે. વેલ્સમાં રહેતો કિથ સ્ક્વાયર્સ નામનો એક યુવાન પોતાની પત્ની ઝોરનિત્વા સાથે અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં ભાગ લેવા આવ્યો છે.

કિથ ભાવિકો વચ્ચે બેસીને મોરારીબાપુની કથા સાંભળે છે

આ અંગે બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે, અમોને જાણ થઈ કે બ્રિટનથી કોઈ વિદેશી અહીં છેલ્લા ત્રીસેક વર્ષથી વર્ષે કે બે વર્ષે અહીં વીરપુર બાપાના દર્શનાર્થે આવે છે, અને રસોડામાં સ્વયંસેવક તરીકે કામગીરી પણ કરે છે. ગોંડલના ભાઈનો સંપર્ક કરીને કિથને મહોત્સવની આમંત્રણ પત્રિકા મોકલાવી હતી અને કથાના બીજા જ દિવસે ધ્યાને આવ્યું કે કિથ તેની પત્ની સાથે ભાવિકો વચ્ચે બેસીને મોરારીબાપુની કથા સાંભળે છે. મોરારીબાપુએ કથા દરમિયાન જલારામ બાપાના અનન્ય ભગત કિથનું વર્ણન પણ કર્યું હતું.

કિથ પોતે રામાયણ સાથે જ રાખે છે

કિથ યોગા ટીચર છે. વીરપુરના સદાવ્રતથી પ્રભાવિત થઈ વેલ્સમાં જલારામ બાપાનો રોટલો અન્નક્ષેત્ર શરૂ કર્યું જેમાં રોજ ભુખ્યાને કઢી-ખીચડીનો પ્રસાદ આપે છે, અને વેજિટેરિયન ફૂડ નામનું પુસ્તક લખ્યું છે.

રામ અને જલારામ આ બંનેના કારણે મારા જીવનમાં પરિવર્તન આવ્યું

કિથે જણાવ્યું હતું કે, મારા જીવનમાં રામ અને જલારામને કારણે પરિવર્તન આવ્યું છે. હું બાર વખત વીરપુર આવ્યો છું. જલારામ બાપા તરફ મને ખેંચાણ છે એટલે અહીં આવું છું. જ્યારે આવું છું ત્યારે અહીંના અન્નક્ષેત્રમાં સેવા આપું છું.

1991માં પહેલીવાર કિથ વીરપુર આવ્યો

કિથ વધુમાં જણાવે છે કે, બ્રિટનમાં મારા મિત્ર મનસુખભાઇ પટેલ રહે છે. તેમના ઘરે હું ભોજન માટે ગયો ત્યારે તેના ઘરમાં મેં જલારામ બાપાનો ફોટો જોયો હતો અને મનસુખભાઇના પત્નીએ મને જલારામ બાપા વિશે અને અન્નક્ષેત્ર વિશે વાત કરી હતી. ત્યારથી મને થયું કે વીરપુર જવું જોઇએ. 1991માં હું પહેલીવાર વીરપુર આવ્યો હતો ત્યારે મને અલગ જ અનુભૂતી થઇ અને મને જલારામ બાપા તરફ આકર્ષણ વધતુ ગયું. કિથ અઠવાડિયે રામાયણનું એક પાનું વાંચે છે અને સંસ્કૃતમાંથી અંગ્રેજી ભાવાર્થ કરી તેનો અર્થ સમજવાની કોશિશ કરે છે.

આજે ઐશ્વર્યા મજમુદાર ગરબાના તાલે ઝુમાવશે

ચોથા દિવસે બાપુની કથા સ્થળે કદાચ પ્રથમવાર ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સાંજના સાડા ચાર વાગ્યે ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર ગરબાના તાલે શ્રોતાઓ તેમજ ખેલૈયાઓને ઝુમાવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો