બ્રેનડેડ કિશન પટેલના પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

ડેન્ગ્યુમાં સપડાયા બાદ બ્રેનડેડ થયેલા યુવકના પરિવારે અંગોનું દાન કરી માનવતા મહેકાવી હતી. ખટોદરા જે.પી. નગર ખાતે રહેતા અને મૂળ મહેસાણાના વતની તેમજ બાવન બાવીસ ગામ કડવા પાટીદાર સમાજના કિશન મહેશ પટેલ (25) લોન-એજન્ટ હતા. ગત 4 ઓક્ટોબરે તાવ આવ્યાંના બે દિવસ પછી તબિયત વધુ લથડતાં પરિવારે અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કર્યા હતા જ્યાં કિશન બેભાન થઈ જતાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.

7 ઓક્ટોબરે સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરતાં ડેન્ગ્યુને કારણે મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. કિશનભાઈ કોમામાં જતા રહ્યા હતા. ડોનેટ લાઇફના નીલેશ માંડલેવાલાએ અંગદાનનું મહત્ત્વ સમજાવતાં પરિવારની સંમતિથી અમદાવાદની આઈકેડીઆરસીની ટીમે આવીને કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું જ્યારે ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.

પાટીદાર સમાજના બ્રેનડેડ કિશન મહેશભાઇ પટેલના પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

અમે બ્રેનડેડ કિશન મહેશભાઈ પટેલના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરીએ છીએ.

ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૪૧ કિડની, ૧૩૬ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૩ હૃદય, ૪ ફેફસાં અને ૨૪૬ ચક્ષુઓ કુલ ૭૫૭ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૬૯૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે. અંગદાન… જીવનદાન…🙏🙏🙏

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો