સમસ્ત પટેલ સમાજનું ગૌરવ કિરણ હોસ્પિટલ સુરત

કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજ દ્વારા દેશની અતિ આધુનિક સવલતોથી સજ્જ કિરણ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 500 કરોડથી વધુ ખર્ચે ઈન્ટરનેશનલ લેવલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 59 મીટરની હાઈટ સાથે 13 માળ અને હેલિપેડ ધરાવતી કિરણ હોસ્પિટલ આગામી સમયમાં સુરતની ઓળખ બનીને રહેશે.

કતારગામ વિસ્તારમાં 500 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલી કિરણ હોસ્પિટલ પાછળ અનોખી ઘટના રહેલી છે. 2009માં પાટીદાર ભવનના ઉદઘાટન સમારોહમાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ નિધી યોજના માટે શ્રેષ્ઠીઓ દાનની જાહેરાત કરાઇ તે સમયે માત્ર એક ટકોરના કારણે 500 કરોડથી વધુના ખર્ચે હોસ્પિટલ ઉભી થઈ છે. જ્યારે આ ટકોરથી 52 કરોડના આવેલા દાનના કારણે હોસ્પિટલનું નામ કિરણ રાખવામાં આવ્યું છે.

500 કરોડથી વધુના ખર્ચે બની હોસ્પિટલ

સુરતમાં પાટીદાર સમાજ દ્વારા બનાવવામાં આવેલી ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની અતિ અદ્યતન હોસ્પિટલ 17 એપ્રિલના રોજ પીએમ મોદીના હસ્તે મુકવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હાઈટેક સાધનો અને સુવિધાઓ સાથે સુરતના કતારગામ વિસ્તારમાં વસ્તાદેવડી રોડ પર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા રૂપિયા 500 કરોડથી વધુના ખર્ચે “કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ” બનાવવામાં આવી છે.

17 હજાર સ્કવેર ફૂટમાં 13 માળની હોસ્પિટલ

કિરણ હોસ્પિટલ 17 હજાર સ્કવેર ફૂટ જગ્યામાં બનાવવામાં આવી છે. જેમાં આશરે 10 લાખ સ્કવેર ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું છે. 59 મીટર ઉંચા બિલ્ડીંગમાં 13 માળ છે. જ્યારે 22 લિફ્ટ મૂકવામાં આવી છે. બે એસ્કેલેટર છે જેથી ઓપીડીમાં આવતા દર્દીઓને ચડવા-ઉતરવામાં તકલીફ નહીં પડે. હોસ્પિટલમાં પાર્કિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કુલ 533 બેડની આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં ભવિષ્યમાં બેડની સંખ્યા વધારીને 750 જેટલી કરી શકાશે. હોસ્પિટલમાં 113 બેડ આઈસીયુમાં છે. જ્યારે 33 જેટલા બેડ મેડિકલ વિભાગમાં બનાવવામાં આવ્યા છે. એક ઈમરજન્સી વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં 11 બેડ રાખવામાં આવ્યા છે. જ્યારે 28 બેડ ઓપરેશન થિએટરમાં બનાવવામાં આવ્યા છે. 66 જેટલી વિવિધ રોગોની ઓપીડી તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલમાં દાંતથી લઈને કેન્સર સુધીના તમામ રોગોનું નિદાન સાથે અદ્યતન સારવાર સગવડ આપવામાં આવશે. હોસ્પિટલમાં દર્દીને ઈન્ફેક્શન ન થાય અને દર્દીને મળવા આવેલા સગાસંબંધીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

એર એમ્બ્યુલન્સ ઉતારવા માટે હેલિપેડ

કિરણ હોસ્પિટલમાં એર અમ્બ્યુલન્સ ઉતારવા માટે 13માં માળે ટેરેસ પર હેલિપેડ બનાવવમાં આવ્યું છે. દર્દીને હેલિકોપ્ટર અથવા એર એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં હેલિપેડ પર ઉતારવામાં આવશએ. ત્યાંથી સીદા રેમ્પ દ્વારા દર્દીને લિફ્ટ અને ત્યાંથી સીધા ઓપરેશન થિએટર લઈ જઈ શકાશે. વધુ ઈમરજન્સી માટે 12માં માળે પણ એક ઓપરેશન થિએટર બનાવવમાં આવ્યું છે.

દુબઈની બુર્ઝ ખલીફા જેવી આગથી બચવા અત્યંત આધુનિક વ્યવસ્થા

હોસ્પિટલમાં આગ મોટા ભાગે શોર્ટ સર્કિટના કારણે લાગતી હોય છે. જેથી કિરણ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટની શક્યતા ઘટાડવા માટે દરેક ફ્લોર પર બસબાર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી શોર્ટ સર્કિટની શક્યતા ઘટી જાય છે. એક અંદાજ પ્રમાણે આવી વ્યવસ્થા ગુજરાતની એક પણ હોસ્પિટલમાં કરવામાં આવી નથી. આ પ્રકારની વ્યવસ્થા દુબઈની બુર્ઝ ખલીફામાં લગાવવામાં આવી છે. જ્યારે કોઈ અન્ય પ્રકારે આગ લાગે તો તેને કાબુ કરવા માટે 12 માળમાં 12000 જેટલા પાણી મારો ચલાવી શકે તેવા સ્પીન્કલર્સ ગોઠવવામાં આવ્યા છે. આ સ્પીન્કલર્સને જોડવા માટે 16 કિ.મી જેટલી પાઈપલાઈન લગાવવમાં આવી છે.

ન્યૂમેટિક ટ્યૂબ સિસ્ટમ દ્વારા સારવાર

કિરણ હોસ્પિટલમાં વિદેશની પણ કેટલીક ખાસ હોસ્પિટલમાં જેવા મળતી ન્યૂમેટિક ટ્યૂબ સીસ્ટમ પણ ઉભી કરવામાં આવી છે. આ સીસ્ટમ દરેક નર્સ સ્ટેશન, આઈસીયુ, ઓપરેશન થિએટર, લેબોરેટરી, બ્લડ બેન્ક વગેરે સાથે ન્યૂમેટિક ટ્યૂબ દ્વારા જોડવામાં આવે છે. આ સીસ્ટમથી ઈમરજન્સીમાં લોહી, દવા કે કોઈ ટેસ્ટની જરૂર પડે તો તાત્કાલિક જે તે જગ્યાએ પહોંચાડી શકાય છે.

ખાસ વીઆઈપી માટે પ્રેસિડેન્શિયલ સ્યૂટ

કિરણ હોસ્પિટલમાં 11માં માળે પ્રેસિડેન્શિયલ સ્યૂટ બનાવવમાં આવ્યું છે. આવી ફેસિલિટી લગભગ મુંબઈમાં પણ નથી. હાલમાં આવા ચાર સ્યૂટ બનાવવામાં આવ્યા છે. બાદમાં તેની સંખ્યા વધારીને આઠ કરવામાં આવશે. આ સ્યૂટમાં ટેરેસ ગાર્ડન, લિવિંગ રૂમ, દર્દી માટેનો અલગ રૂમ છે. જેમાં તબીબી સારવારની સુવિધા અને દર્દીના સગાસંબંધીઓ પણ રહી શકે તે માટે રિલેટીવ રૂમ પણ બનાવવમાં આવ્યો છે. આ સ્યૂટ હોટલના રૂમની માફક બનાવવમાં આવ્યો છે.

વીડિયો કોન્ફરન્સથી દર્દી સાથે મુલાકાત

હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેબિન્સ બનાવીને ઓડિયો વિઝ્યુલ સ્ક્રીન્સ મૂકવામાં આવી છે. જેથી સંબંધીએ ગ્રાઉન્ડ ફ્લાર પર જ પોતાના સંબંધી દર્દીની નોંધ કરવાની કેબિનમાં જતા રહેવાનું રહેશે. કેબિનમાં મૂકેલા સ્ક્રીન્સ મારફતે સંબંઘી અને દર્દી એકબીજાને જોઈ અને ખબરઅંતર જાણી શકશે. ગ્રાઉન્ડ ફ્લોર પર જ ફ્રુટની દુકાન પણ બનાવવમાં આવી છે. જેથી રિલેટીવ ફ્રુટ પણ લીધું મોકલી શકશે.

તબીબો માટે આરએન્ડડીની સેવા

આજના સમયમાં રિચર્સ અને ડેવલપમેન્ટનું મહત્વ ખાસ મનાય છે. જેથી કિરણ હોસ્પિટલમાં આરએન્ડડી વિભાગ પણ રાખવામાં આવ્યો છે. આ વિભાગમાં ડોક્ટરો નીતનવા સંશોધનો પણ કરી શકે છે. જેનો સીધો ફાયદો માત્ર કિરણ હેસ્પિચલ જ નહીં પણ બધાને થશે.

યુરોપ અમેરિકા જેવી 256 સ્લાઈસના સીટી સ્કેન મશીન

યુરોપ અને અમેરિકામાં 256 સ્લાઈસમાં ભઆગ કરીને નાનામાં નાના ભાગ જોઈને રોગનું નિદાન કરવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને કિરણ હોસ્પિટલમાં પણ 256 સ્લાઈસ ની સીટી સ્કેન મશીનરી વિકસાવવામાં આવી છે. હાલમાં 16 અથવા 64 સ્લાઈસમાં એટલું સ્પષ્ટ નહીં દેખાતું હોવાથી આ મશીનરીથી એકથી વધુ જગ્યાએ પણ રોગ જો ફેલાયો હોય તો તેને જણા શકાશે.

કેન્સરની સારવાર માટે અલગ બિલ્ડીંગ

કિરણ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે એક અલગ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જમીનની અંદર લગભગ બે માળ જેટલું નીચે જઈ સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અંડરગ્રાઉન્ડ આવી વ્યવસ્થા ઉભી કરવા પાછળનું કારણ કેન્સરના રોગમાં જે રેડિએશન થેરાપીની સારવાર આપવામાં આવે છે તે રેડિએસન આન્યોને ઈફેક્ટ ન કરે તે હેતુંથી કરવામાં આવ્યું છે. આવા બિલ્ડીંગની દિવાલોની જાડાઈ વધુ હોય છે. જેથી તેને અંડરગ્રાઉન્ડ બનાવવાથી જાડાઈ ઓછી રાખી શકાય છે. વૈશ્વિક માપદંડોનું પાલન કરી આ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. જેથી જમીનની અંદર બે માળ કેન્સરની સારવાર અને ગ્રાઉન્ડ લેવલ પર આખઆ વિભાગનું સંસાલન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જનરલ વોર્ડમાં માંત્ર પાંચ બેડ

કિરણ હોસ્પિટલના જનરલ વોર્ડમાં દરેકને પ્રાવઈવસી મળે તે માટે કર્ટન રાખવામાં આવ્યાં છે. જેમાં અન્ય હોસ્પિટલ કરતાં અહિં માત્ર પાંચ જ બેડ રાખવામાં આવ્યાં છે. પાંચ બેડ વચ્ચે બે બાથરૂમની સગવડતાં પણ છે. આ ઉપરાંત વિવિધ માળ પર સ્યૂટસ, પ્રિમિયમ રૂમ, બે બેડનો ટ્વિન શેરીંગ રૂમ, ડિલક્સ રૂમ બનાવવામાં આવ્યાં છે. કુલ બેડ પૈકીના 66 ટકા બેડ જનરલ રૂમ તરીકે છે. જ્યારે બાકીના 34 ટકા રૂમ પ્રાઈવેટ એટલે કે ઈકોનોમી બનાવવામાં આવ્યાં છે.

અત્યાધુનિક ઓપરેશન થિએટર

કિરણ હોસ્પિટલમાં અત્યાધુનિક કુલ 28 ઓપરેશન થિએટર બનાવવામાં આવ્યાં છે. તમામ ઓપરેશન થિએટરમાં દિવાલ અને ફ્લોરીંગને એન્ટીબેક્ટેરીયલ મીટીરીયલથી બનાવવામાં આવ્યાં છે. ઓપરેશન થિએટરમાં મોટાભાગના યુરોપિયન, જાપાનીઝ અને અમેરિકનના લેટેસ્ટમાં લેટેસ્ટ સાધનો મુકવામાં આવ્યાં છે. સાધનોને સ્ટરીલાઈઝડ કરવા માટે ઈઝરાયલની ટુટનોર કંપનીની સેન્ટ્રલ સ્ટરીલાઈઝડ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. ઓપરેશનમાં વપરાયેલા કપડા સાધનો ઈન્સ્ટ્રુમેન્ટ જેવી વસ્તુઓને સ્ટરીલાઈઝડ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

હાઈટેક આઈસીયુ

કિરણ હોસ્પિટલમાં યુરોપ અને અમેરિકન લેવલનું મલ્ટીપેરામોનિટર વેન્ટિલેટર, ડિફેબ્રીલેટર જેવા આધુનિક સાધનોથી સજ્જ 10 આઈસીયુ બનાવવામાં આવ્યાં છે. જેમાં 125 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ બેડ અલગ ક્યુબિકલમાં છે. જેથી ત્રણ બાજુ આસપાસ દેખાય નહીં તેવા કાચ છે. અત્યંત ચેપી રોગ હોય તો દર્દીને અલગ સુવડાવવા માટે આઈસોલેશન રૂમ પણ છે. આઈસીયુમાં દાખલ થનાર દર્દીના સગાવહાલાં એસી લોકેબલ ક્યુબિક્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

એસીની હવા પણ જંતુમુક્ત

કિરણ હોસ્પિટલમાં સેન્ટ્રલ એસી મુકવામાં આવ્યું છે. હોસ્પિટલના તમામ એસીની હવા સીધી બહાર નહીં આવે જોકે એસીની હવા એક નિયત જગ્યાએ આવશે. જ્યાં તેને જંતુમુક્ત કરાશે. આ જગ્યાને એએચયુ નામ આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર એએચયુમાં પાંચ માઈક્રોન ફિલ્ટર્ડ દ્વારા હવા જંતુમુક્ત કરાશે. અને ત્યારબાદ જે તે ફ્લોર પર મોકલવામાં આવશે.

નર્સ કોલિંગ સિસ્ટમ

કિરણ હોસ્પિટલમાં તમામ જગ્યાએ નર્સ કોલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. અમેરિકાની કંપનીની ઈન્ટરનેશનલ લેવલની લેટેસ્ટ ટેક્નોલોજી ધરાવતી આ સિસ્ટમ હોસ્પિટલમાં લગાવવામાં આવી છે. આ સિસ્ટમમાં દર્દીના બેડ પરથી નર્સ અને ડોક્ટરને તાત્કાલીક મદદ માટે મેસેજ મોકલી શકાય. જો નિશ્ચિત સમયમાં કોલ એટેન્ડ ન થાય તો તેની જાણ તાત્કાલીક એડમિનિસ્ટ્રેટીવ ઓફિસને થશે.


સારવાર લેનાર તમામનો મેડિક્લેમ હશે

આ એવી હોસ્પિટલ હશે કે જ્યાં ઉદ્યોગપતિ, એનઆરઆઈ, મોટામાં મોટા વેપારીથી લઇને સામાન્ય માણસ પણ સારામાં સારી સારવાર મેળવી શકશે. આ હોસ્પિટલ તંત્રએ એક ઇન્શ્યોરન્સ કંપની સાથે ટાઇ-અપ કર્યું છે. આ કંપની અન્ય કંપનીની તુલનામાં અડધાથી ઓછા દરે લોકો પાસેથી પ્રિમિયમ લેશે. સાથે જ ટ્રસ્ટ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ લોકોને મેડિક્લેમનું મહત્વ સમજાવશે. અન્ય ખર્ચમાં કાપ મુકીને મેડિક્લેમનું સામાન્ય પ્રિમિયમ ભરીને સારામાં સારી સારવાર સૌથી અદ્યતન હોસ્પિટલમાં લઇ શકાશે. હાલ 10 લાખ પરિવારોને મેડિક્લેમ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે. આમ એક પરિવારના 4 સભ્યોની સરેરાશ મુજબ 40 લાખ લાકો શ્રેષ્ઠ સારવાર મેળવી શકશે.

સેવાઓ
– એક્સીડેન્ટ ઇમરજન્સીકેર (તાત્કાલીક સારવાર)
– કાર્ડિયોલોજી
– કાર્ડિયાક સર્જરી(હ્રદયરોગ વિભાગ)
– એનેસ્થેસિયોલોજી
– ક્લીનીક રીસર્ચ
– ડર્મેટોલોજીકોસ્મેટોલોજી(સ્કીન વિભાગ)
– ડેન્ટલ સર્જરી
– એન્ડોક્રાઇનોલોજી(ડાયાબીટીસ,અંતસાવનરોગ વિભાગ)
– ઇએનટી(કાનનાક ગળાનો વિભાગ)
– ગેસ્ટ્રોસેનટરોલોજી, ગેસ્ટેરોસર્જરી(પેટનો વિભાગ)
– જનરલ સર્જરી
– જનરલ મેડીસીન
– ન્યુરોલોજી(મગજનો વિભાગ)
– ન્યુરો સર્જરી (મગજના ઓપરેશન વિભાગ )
– નેફ્રોલોજી
– ડાયાલીસીસ(કીડનીવિભાગ)
– ઓપ્થેલ્મેાલોજી(આંખ નો વિભાગ)
– ઓબ્સેટ્રીક્સ,ગાયનેકોલોજી(પ્રસુતિ-સ્ત્રીવિભાગ)
– ઓર્થોપેડીક સર્જરી(હાડકાનો વિભાગ)
– મેડીકલ ઓન્કોલોજી(કેન્સર વિભાગ)
– હીમેટોઓન્કોલોજી(બ્લડકેન્સર)
– રેડિયેશનઓન્કોલોજી(કેન્સર શેક વિભાગ)
– પિડિયાટ્રીક,નિયોનટોલોજી(બાળકો,નવજાતશીશુવિભાગ)
– સાયકિયાટ્રીક(માનસીકરોગવિભાગ)
– પ્લોમોનોલોજી(ફેફસાના રોગ)
– પ્લાસ્ટીક સર્જરી
– પેથોલોજી લેબોરેટરી-બ્લડબેંક

ધન્યછે ને ધન્યવાદ છે આવા પાટીદાર સમાજના દાતાઓને…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો