ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયિકા 🎤 કિરણ ગજેરા એ કઇ રીતે મેળવી સફળતા જાણો એમનાં જીવન વિશે.

ગુજરાતી સંસ્કૃતિ તેમજ કલાકારોની કદર માત્ર ગુજરાત જ નહીં વિદેશમાં પણ છે. એમાંય ગુજરાતી ગાયક કલાકારોની તો વાત જ અલગ છે. લોકગીત, ભજન, લગ્નગીત સહિતના કાર્યક્રમ માટે મૂળ અમરેલી જિલ્લાની ગાયક કલાકાર કિરણ ગજેરા પણ આ ક્ષેત્રમાં સારૂ નામ ધરાવે છે. અમરેલીના ચલાલા ગામે જન્મેલી કિરણના પિતા ડ્રાઈવરની જોબ કરતા હતા. સાત સભ્યોના મોટા પરિવારની આર્થિક પરિસ્થિતિને જોતા કિરણ ગજેરાએ 13 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી. પરિવારના સપોર્ટથી આ ક્ષેત્રે આગળ વધેલી કિરણને પહેલા કાર્યક્રમ માટે માત્ર 60 રૂપિયાની ફી મળી હતી.

2008માં પારિવારીક સમસ્યાના કારણે સિંગીગ છોડીને પરિવાર સાથે સુરત સ્થાયી થયેલી કિરણે એક વર્ષ પહેલા ફરી ગાવાની શરૂઆત કરી. કિરણે જણાવ્યું હતું કે, છ વર્ષ બાદ આ ક્ષેત્રમાં ફરી કાર્યરત થવા માટે સ્ટુડિયો સરસ્વતીના મનોજ જોબનપુત્રા ઉપરાંત રાજન રાયકા અને ધવલ મોટાનનો મોટો ફાળો રહ્યો છે. હોંગકોંગ જેવા દેશોમાં પણ કાર્યક્રમ આપી ચૂકેલી કિરણ આજે પોતાની Audi કાર ધરાવે છે. એટલું જ નહીં ભજન-લગ્નગીત જેવા કાર્યક્રમ માટે 70 હજારથી 1.50 લાખ ફી વસૂલ કરતી કિરણ તાજેતરમાં જ છ વીડિયો આલ્બમ પણ આપી ચૂકી છે.

લોકોને પોતાના મનપસંદ સિંગરને સાંભળવવામાં જેટલી રૂચી હોય છે, તેટલી જ રૂચી તેઓ કેવા ઘરમાં રહે છે તે વિશે જાણવામાં હોય છે. ગુજરાતી સિંગરની યાદીમાં મૂળ અમરેલી જિલ્લાની કિરણ ગજેરા પણ પોતાના સ્વરના કારણે સારૂ નામ ધરાવે છે. હાલ પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયેલી કિરણ ગજેરા 4BHKના આલિશાન ફ્લેટમાં રહે છે. સાત સભ્યોના મોટા પરિવારની આર્થિક પરિસ્થિતિને જોતા કિરણ ગજેરાએ 13 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી. જો કે આજે સિંગીગ દ્વારા આગવી ઓળખ ધરાવતી કિરણ પોતાની Audi કાર પણ ધરાવે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો