ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવે ઘોડે બેસીને સરઘસ કાઢ્યું, ટોળાએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાડ્યા

રાજ્યમાં કોરોના વાયરસના રોજ 1300 કરતાં વધારે કેસ આવી રહ્યા છે. અનલૉક 5.0 લાગુ છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 200 જણા સુધી લોકોને એકઠા કરવાની છૂટ છે. તેમ છતાં ક્યાંય પણ ટોળે વળીને કાર્યક્રમો યોજવાની છૂટ નથી. આ સ્થિતિમાં રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકાના ડેડોલ ગામમાંથી ચિંતાજનક દૃશ્યો આવ્યા છે. અહીંયા એક જાહેર કાર્યક્રમમાં જાણીતી ગાયક કિંજલ દવે અને ધારાસભ્ય શશીકાંત પડ્યાને ઘોડે બેસાડીને ગામમાં ફેરવતા જાણે કોરોનાનો વરઘોડો નીકળ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ જોખમી કાર્યક્રમ બદલ આયોજકોએ ગંભીર ભૂલ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.

અહીંયા રોડના ખાતમહૂર્તના કાર્યક્રમમાં ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે અને ડીસાના ધારાસભ્ય શશીકાંત ભાઈ પંડ્યા સાથે મળી અને એક કાર્યક્રમમાં આવ્યા હતા. જોકે, આ બંને મહેમાનોને ઘોડે ચઢાવી અને ગામમાં તેમનો વરઘોડો કાઢતા માણસોનું ધોડાપૂર ઉમટ્યું હતું.

એક બાજુ સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના વાયરસને ગંભીરતાથી લેવાની ટકોર કરી રહી છે. આર્થિક કટોકટી નિવારવા જ વેપાર ધંધા ખુલ્લા રાખવામાં આવ્યા છે ત્યારે આવા કાર્યક્રમો યોજીને આયોજકોએ હજારો લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમાં કિંજલ દવેના જ ગીતો પર ડીજેના તાલ પર લોકોના ટોળેને ટોળા વળ્યા હતા. ડેડોલ ના ગ્રામજનો એ ઘોડા પર બેસાડી સ્વાગત કર્યું હતું ત્યારે રોડના ખાતમહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જોવા જનમેદની ઉમટી પડી પડી. કિંજલ દવે એ ઘોડા પર બેસી ધારાસભ્ય સાથે સેલ્ફી લેતી નજરે પડી હતી. ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવે ને જોવામાં લોકો સોશ્યલ ડિસ્ટન્સ નો ભંગ કર્યો

દરમિયાન બનાસકાંઠઆમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના 2115 કેસ નોંધાઈ ચુક્યા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા પછી સૌથી વધુ અસર બનાસકાંઠામાં થઈ છે. હાલમાં 1318 જેટલા કેસ એક્ટિવ છે. ગઈકાલે પણ 26 નવા કેસ નોંધાયા છે. સરકારી ચોપડે જિલ્લામાં 22 મોત થયા છે ત્યારે આવા કાર્યક્રમો કેટલા ઉચિત છે તે મોટો પ્રશ્ન છે.

જોકે, આ કાર્યક્રમ ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો કે કેમ તે અંગે માહિતી મળી નથી પરંતુ ધારાસભ્ય પણ આ કાર્યક્રમમાં મહેમાન હોય તેવું જાણવા મળ્યું છે પરંતુ જવાબદાર વ્યક્તિ તરીકે આ કાર્યક્રમમાાં આવતા પહેલાં તેમણે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વ્યસ્થા અંગે પૃચ્છા કરી હોય તેવું જણાતું નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો