હિમાચલના નાનકડા છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: માસ્ક વિના ફરી રહ્યા હતા લોકો તો નાનકડા છોકરાએ કર્યું કંઈક એવું કે દિલ જીતી લે

આ સમયે આખો દેશ કોરોના વાયરસની ઝપેટમાં છે. આ મહામારીથી બચવા માટે લોકોને ફેસ માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે, કેમ કે આ વાયરસ અત્યાર સુધી કેર વર્તાવી રહ્યો છે અને ત્રીજી લહેરની આશંકા હોવા છતા લોકો બેદરકાર બનીને માસ્ક વિના, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજગર ઉડાડતા ભડભાડવાળા વિસ્તારમાં બિન્દાસ્ત ફરી રહ્યા છે. એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ વાયરલ વીડિયોમાં મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વિના ફરી રહ્યા છે. એવામાં એક નાનકડો છોકરો છે જેણે કંઈક એવું કર્યું કે લોકોનું દિલ જીતી લીધું. યુઝર્સ પણ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. દુનિયામાં બધાને જ એમ લાગે છે કે તેનાથી સમજદાર કોઈ નથી પરંતુ કેટલીક વખતે નાના નાના બાળકો બોધ શોખવી જાય છે જેને જોઈને મોટા મોટા લોકો ઝટકો ખાય જાય છે. આ વીડિયોમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો હિમાચલ પ્રદેશના ધર્મશાળાનો છે.

એવામાં નાનકડો છોકરો હાથમાં દંડો લઇને માસ્ક પહેરવાનું કહી રહ્યો છે એટલું જ નહીં માસૂમ દરેક આવતા જતા લોકોને પૂછે છે કે માસ્ક ક્યાં છે? વીડિયો જોઈને હકીકતમાં છોકરાની સમજદારી પર તમને પણ ગર્વ થશે. આ વીડિયો જોયા બાદ જ્યાં કેટલાક લોકો છોકરાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના ફરી રહેલા લોકોને બેદરકાર કહી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને dharmashalalalocal નામના અકાઉન્ટ યુઝરે શેર કર્યો છે.

આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે ભણેલા ગણેલા લોકોથી વધારે સમજદાર તો આ છોકરો છે. તો અન્ય એક યુઝરે લખ્યું લોકો બેદરકાર થઈને ફરી રહ્યા છે અને જ્યારે કોરોના ફેલાશે તો સરકાર પર દોષ લગાવશે. આ વીડિયોને અત્યાર સુધી 11 હજાર 800થી વધારે લાઇક મળી ચૂકી છે તો 400થી વધારે લોકો કમેન્ટ કરી ચૂક્યા છે. કોરોના વાયરસની ગતિ મંદ થઈ ગઈ છે પરંતુ આ રીતે બેદરકાર બનવાની જરૂરિયાત નથી કેમ કે હજુ પણ કોરોનાનો સંપૂર્ણ પણે સફાયો થયો નથી. તો કોરોના વાયરસને રોકવા માટે વેક્સીન લો અને લીધા બાદ પણ બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો