અમદાવાદમાં પોલીસકર્મીની ‘લુખ્ખી’ દાદાગીરીનો વિડિયો વાઇરલ: માસ્ક કેમ નથી પહેર્યું કહીને યુવકને ઢોર માર માર્યો

અમદાવાદ (Ahmedaba)માં ફરી એકવાર પોલીસકર્મી (PoliceMan)ની દાદાગીરી સામે આવી છે. પોલીસકર્મીએ પોતાનો રોફ જમાવવા માટે સોસાયટીના સિક્યુરિટી સુપરવાઈઝર (Security Supervisor)ને માર માર્યો હોવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં માસ્ક (Mask)મુદ્દે પોલીસકર્મીએ સુપરવાઈઝરને માર માર્યાનો આરોપ લાગી રહ્યો છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ત્યારે અમદાવાદમાં પોલસકર્મી અને સિક્યુરિટી સુપરવાઈઝરને ઢોર માર માર્યાના CCTV ફૂટેજ વાયરલ થયા છે.

ફરી એક વખત અમદાવાદ પોલીસની દાદાગીરી સામે આવતા કાયદાના રક્ષક જ કાયદો તોડીને ધજાગરા ઉડાવ્યા છે. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા પોલીસકર્મીએ પોતાનો રોફ જમાવવા માટે એક સોસાયટીના સિક્યુરિટી સુપરવાઇઝરને ઢોર માર માર્યો છે. પહેલા તો પોલીસકર્મીએ માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહીને સુપરવાઈઝરને માર માર્યો હતો. આ સાથે જ દબાણપૂર્વક ગાડીમાં બેસાડવાનો પણ પ્રયાસ કર્યો હતો.

અમદાવાદ પોલીસની આ દાદાગીરીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં દેખાતા પોલીસ કર્મી ભરતભાઇ ભરવાડ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ભરતભાઇ ભરવાડ ખોખરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવવાની પણ ચર્ચા છે. ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ખોખરા પોલીસ સ્ટેશનમાં SHE ટીમમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભરત ભરવાડ એક વ્યક્તિને માર મારતો હોય એવો એક વિડિયો સામે આવ્યો છે. આમાં પોલીસકર્મી ભરત પોતે સરકારી બોલેરો ગાડી લઈ મંગળવારે બપોરે એક સોસાયટીમાં પ્રવેશે છે. ગેટ પાસે એક વ્યક્તિ માસ્ક વગર ફોન પર વાત કરતી હોય છે. ગાડી ગેટમાં પ્રવેશે છે અને થોડી આગળ જાય છે. બાદમાં ભરત ગાડીને રિવર્સ લાવી અને ફોન પર વાત કરતી વ્યક્તિ પાસે રોકે છે. ભરત અને વ્યક્તિ બંને વચ્ચે વાતચીત થાય છે. દરવાજો ખોલી પગ રાખી પોલીસકર્મી વાતચીત કરવા લાગે છે.

અચાનક જ પોલીસકર્મી ભરત ભરવાડ વ્યક્તિની બોચી પકડી ગાડીની પાછળ લઈ જાય છે. ત્યાં વાતચીત કરવા લાગે છે અને બાદમાં ગાડીનો દરવાજો ખોલી તેમાં બેસાડી દે છે અને ગાડીમાંથી લાકડી કાઢી તેને મારવા લાગે છે. ચારથી પાંચ દંડા મારી દે છે. હાજર સિક્યોરિટી ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ ત્યાં આવી યુવકને મારમાંથી બચાવે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી, જે વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. શું ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પીઆઇ વાય.એસ. ગામીત આ ઘટના મામલે તપાસ કરશે અને પોલીસકર્મી ભરત સામે પગલાં લેશે??

ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય તો શા માટે સરકારી વાહન તેમના નિવાસસ્થાન પર લઈને આવ્યા? નિવાસસ્થાન પર પહોંચ્યા પછી 1000 રૂપિયા દંડ ઉઘરાવવાનો અથવા તો પછી 151 કલમ લગાવવાનો અધિકાર કોણે આપ્યો? શું આ પોલીસકર્મી of duty પણ સરકારી વાહનોનો ઉપયોગ કરીને ખુલ્લેઆમ દાદાગીરી કરી શકે છે?

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો