ખોડલ ધામ ખાતે યોજાનાર પ્રથમ વાર્ષિક પાટોત્સવ મોકુફ રાખવામાં આવેલ છે

જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે નવ પટેલ યુવાનોનો કચ્છમાં માર્ગ અકસ્માતમાં મોત થતા ખોડલધામ ટ્રસ્ટે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આગામી 21 તારીખે ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ નિમિતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નવ નવ પાટીદાર યુવાનોના મોતના પગલે આ પાટોત્સવ રદ કરવામાં આવ્યો છે.

પાટોત્સવમાં ધ્વજારોહણ, સેમિનાર, મહાયજ્ઞ, મહાથાળ, મહાઆરતી અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પ્રમુખ પરેશ ગજેરાએ તમામ મૃતકોના હતભાગી પરિવારને હિમ્મત મળે અને યુવાનોના આત્માને મા ખોડલ સદગતી અર્પે તેવી પ્રાર્થના કરી છે. પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, 21 જાન્યુઆરી 2018ના રોજ પ્રથમ પાટોત્સવના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવે છે, જેતપુરના મૃતક નવ યુવાનોના પરિવારને અને પ્રાસલામાં બનેલી આગજનની ઘટનામાં ત્રણેય દીકરીઓના પરિવારને માતાજી હિમ્મત આપે, શક્તિ આપે તેવી પ્રાર્થના. ઉલ્લેખનીય છે કે, પ્રથમ પાટોત્સવ નિમિતે ધ્વજારોહણ, સેમિનાર, મહાયજ્ઞ, મહાથાળ, મહાઆરતી અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

માવતરે એમના કંધોતર ખોયા…..

મિત્રોએ એમના જિગરજાન ખોયા…

મોટા ગુંદાળા ગામે આશાસ્પદ નવ યુવાનો ખોયા…

સમગ્ર લેઉવા પટેલ સમાજે નવ દીકરાઓ ખોયા…

એક સાથે નવ યુવાનો ની અર્થી ઉઠતા દ્રશ્ય જોઈને આપણુ હ્રદય કંપી ઉઠે છે….

સમાજ માટે આ વિકટ ઘડી ને ધ્યાન મા રાખી  શ્રી ખોડલધામ (કાગવડ) ૨૧-૦૧-૧૮નો પ્રથમ વાષિઁક પાટોત્સવ નો કાર્યક્ર્મ મોકુફ રાખવામાં આવેલ છે…
માં ખોડલ એમના પરિવાર ને આ અસહ્ય વિકટ સમય ની ઘડી સહન કરવાની શક્તિ અર્પે એવી માઁ ખોડલ ના ચરણોમાં પ્રાથઁના…ઓમ્ શાંતિ ઓમ્…🙏 🙏 🙏

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ વતી માં ખોડલને એજ પ્રાથના કે એમના આત્મા ને સદગતિ અને શાંતિ આપે… જયમાં ખોડલ.. ૐ શાંતિ।

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો