‘જય માઁ ખોડલ’ના નાદ સાથે કાગવડથી ખોડલધામ સુધી નીકળી પરંપરાગત પદયાત્રા

રાજકોટ: કાલથી નવલા નોતરાતનો પ્રારંભ થઇ ગયો છે. સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માતાજીની આરાધના શરુ થઈ ગઈ અને રાત્રે પ્રાચીન-અર્વાચિન ગરબા સાથે ખૈલાયાઓ ગરબે ઝુમી ઉઠયા. લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલઘામ મંદિરે નવ દિવસ માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટી પડશે. કાલે પહેલા નોરતે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા યોજવામા આવી હતી. જેમાં મોટી સંખ્યામા ભક્તો ઉમટી પડ્યાં હતા.

પ્રતિવર્ષ પ્રથમ નોરતે જેતપુરના કાગવડથી શરૂ થઈને ખોડલધામ સુધીની પરંપરાગત પદયાત્રા યોજાતી હોય છે. જે અંતર્ગત આજરોજ પણ સમગ્ર પટેલ સમાજની આસ્થાના પ્રતિકસમા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો આ પદયાત્રામાં જોડાયા હતા. અને પદયાત્રી ભાવિકોમાં જય માઁ ખોડલનો નાદ ગુંજી ઉઠ્યો હતો. રસ્તામાં ઠેર-ઠેર પદયાત્રાના વધામણા કરવામાં આવ્યા હતા. આ તકે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ પણ ખોડલધામ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા ફૂલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રસ્તામાં પદયાત્રીઓનું સ્વાગત, નરેશ પટેલ પણ જોડાયા પદયાત્રામાં……

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જેતપુરના કાગવડથી ખોડલધામ સુધી પદયાત્રા યોજાઇ હતી. માતાજીના જય જય કાર સાથે નીકળેલી યાત્રાનું રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રણેતા નરેશ પટેલનું પણ ફુલડે વધાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રી ખોડલધામ પદયાત્રા 2018

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા કાગવડ ગામ થી ચાલી ને શ્રી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા કાર્યક્રમ પ્રથમ નોરતામાં જય “માં ખોડલ” ના નાદ સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ સાથે હજારો ની સંખ્યા માં લેઉવા પટેલો શ્રી ખોડલધામ પહોંચીયા અને માં ખોડલના મંદિરે ધ્વજા રોહણ કર્યું…

જય ખોડલધામ…
જય ભોજલરામ…
જય સરદાર….

પોસ્ટ પસંદ આવે તો લાઇક અને શેર કરજો .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો