ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ, પાંચ દિવસીય સમારોહનાં સંભારણા

રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે રાજકોટના કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનો પાંચ દિવસ સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ખોડલધામ ખાતે પાંચ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલ્યો હતો. આ સાથે જ 7 વર્ષની મહેનતનું ફળ ખોડલધામ મંદિરના સ્વરૂપે જોવા મળ્યું હતું. 17મી જાન્યુઆરીએ શરૂ થયેલા પાંચ દિવસીય મહોત્સવમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. અહીં ખાસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થયા હતા. અંતિમ દિવસે વહેલી સવારે 5.30થી 6.30 વાગ્યા સુધીમાં મંદિરમાં મા ખોડલની મૂર્તિ સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બાદમાં મંદિરના શિખર પર સોનાથી માઢાયેલા ધ્વજદંડ પર 52 ગજની ધજાનું રોહણ કરવામાં આવ્યું હતું. તેમજ 101 દિવાની 21 માતાજીની આરતીઓ ગાવામાં આવી હતી.

પહેલા દિવસે શોભા યાત્રા

17 જાન્યુઆરીએ પહેલા દિવસે કાગવડની ચારે દિશાના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી એક સાથે નીકળેલી 20 શોભાયાત્રાઓનું ખોડિયાર મા તથા અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ સાથે આગમન થયું ત્યારે વાતાવરણ અત્યંત ભક્તિસભર બની ગયું હતું. રાજકોટથી નીકળેલી 23 કિલોમીટર લાંબી શોભાયાત્રાને વિશ્વની સૌથી મોટી શોભાયાત્રા તરીકેનો ગોલ્ડ બુક ઓફ વલ્ડ રેકોર્ડ થયો હતો. કુલ 21117 વાહનો શોભાયાત્રા માં જોડાયા હતા.

બીજા દિવસે યજ્ઞ અને લોકડાયરો

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે એટલે કે 18 જાન્યુઆરીએ સવારે 21 કુંડી યજ્ઞનું આયોજન થયું હતું. બાદમાં બપોરે 12 વાગ્યાથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં એક રૂપિયા નહીં ઉડાવાની મનાઇ કરવામાં આવી હતી. લોકડાયરામાં લોકગાયક કિર્તીદાન ગઢવી, સાહિત્યકાર ભીખુદાન ગઢવી, ભજનીક ઉર્વશીબેન રાદડિયા, અલ્પાબેન પટેલ, ધીરૂભાઇ સરવૈયા સહિતના કલાકારોએ ડાયરાની મોજ કરાવી હતી.

ત્રીજા દિવસે યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમ

ત્રીજા દિવસ એટલે કે 19 જાન્યુઆરીએ 21 કુંડ હવન કરાયો સાથે જ સાંસ્કૃત્રિક કાર્યક્રમ થયા હતા. ત્રીજા દિવસે સવારે 11થી 2 વાગ્યા સુધી મા ખોડલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 30 કલાકારોએ દેવા શ્રી ગણેશા ગીત પર ડાન્સ કરતા લોકો જોઇ ઓવારી ગયા હતા. બાદમા મા ખોડલ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ જ કલાકારોએ કાઠિયાવાડી પોષાકમાં સ્ટેજ પર રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ બપોર બાદ 2થી 4.30 વાગ્યા સુધી સથવારો રાધેશ્યામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન કૃષ્ણના જીવન પરના પ્રસંગો દર્શાવતો ઓડિયો વિઝ્યુઅલ કાર્યક્રમ મુંબઇના 50 કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

ચોથા દિવસે 1008 કુંડી યજ્ઞનો રેકોર્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમ

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ચોથા દિવસે એટલે કે 20 જાન્યુઆરીએ સવારના 8 વાગ્યે 1008 કુંડના હવન થયો હતો . જેમાં બે રેકોર્ડ નોંધાયા હતા. એક જ સમાજના યજમાનો દ્વારા 1008 કુંડી હવનનો રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયો હતો. હવનમાં માત્ર લેઉવા પટેલ સમાજના યજમાનો બિરાજ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિના ગીતો, નૃત્યો તથા દેશમાં ઉજવાતા તહેવારોની ઓડિયો વિઝ્યુઅલ કાર્યક્રમ તથા રાસ-ગરબાએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

અંતિમ દિવસે પ્રાણપ્રતિષ્ઠા અને રાષ્ટ્રગાનનો વર્લ્ડ રેકોર્ડ

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો 21 જાન્યુઆરીએ છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે મા ખોડલના દર્શન કરવા માટે લાખો પાટીદારો ખોડલધામ ઉમટી પડ્યા હતા. વહેલી સવારે 5.30થી 6.30 વાગ્યા સુધીમાં મંદિરમાં મા ખોડલની મૂર્તિ સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બાદમાં મંદિરના શિખર પર સોનાથી મઢાયેલા ધ્વજાદંડ પર 52 ગજની ધ્વજાનું રોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજા રોહણ બાદ ખોડલધામની પહેલી મંગળા આરતી થઈ હતી. વહેલી સવારે પ્રાણપ્રતિષ્ઠા અને મંગળા આરતી બાદ લાખો પાટીદારોએ સમૂહમાં રાષ્ટ્રગાન કર્યું હતું. જેનો વધુ એક રેકોર્ડ ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો. ટ્રસ્ટ દ્વારા સાડા ત્રણ લાખથી વધુ પાટીદારોએ રાષ્ટ્રગાન કરી ગીનિઝ બુકમાં રેકોર્ડ નોંધ્યો હતો. ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા નરેશ પટેલને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ પહેલા રાષ્ટ્રગાનનો રેકોર્ડ બાંગ્લાદેશના નામે હતો. જેમાં 2.24 લાખ લોકોએ રાષ્ટ્રગાન કર્યું હતું.

શોભાયાત્રાનો નોંધાયો હતો રેકોર્ડ
શોભાયાત્રાનો નોંધાયો હતો રેકોર્ડ

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિર પરિસર પર પુષ્પવર્ષા કરવા માટે હેલિકોપ્ટર રાખવામાં આવ્યું છે. હેલિકોપ્ટરથી ખોડલધામ આવતા ભાવિકો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પુષ્પવર્ષા કરવા માટે એક વ્યક્તિએ 3500 રૂપિયાનો ચાર્જ લેવામાં આવ્યો હતો. હેલિકોપ્ટર 10 મિનિટનો એક રાઉન્ડ લગાવતું હતું. રોજ આવા 40 રાઉન્ડ લાગતા હતા. રોજ 200 ભક્તો દ્વારા હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવતી હતી.

પ્રસાદ માટે રસોડું

લાખો ભાવિકો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભાવિકો પણ શિસ્તપણે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા. 48 વિઘામાં ભોજન શાળા ઉભી કરવામાં આવી હતી. જેમાં 210 બાય 240 ફૂટનું રસોઇ ગૃહ તૈયાર કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમોની હતી ભરમાર
સાંસ્કૃતિક કાર્યક્રમોની હતી ભરમાર
પાંચ દિવસમાં 50 લાખથી વધુ ભાવિકોએ કર્યા હતા દર્શન
પાંચ દિવસમાં 50 લાખથી વધુ ભાવિકોએ કર્યા હતા દર્શન
લાખો ભાવિકોએ મોબાઇલ ટોર્ચથી ઉતારી હતી માતાજીની આરતી
લાખો ભાવિકોએ મોબાઇલ ટોર્ચથી ઉતારી હતી માતાજીની આરતી
મંદિર પર પુષ્પવર્ષ કરવા ખાસ હેલિકોપ્ટરની સુવિધા
મંદિર પર પુષ્પવર્ષ કરવા ખાસ હેલિકોપ્ટરની સુવિધા
સાડા ત્રણ લાખ લોકોએ સમૂહમાં રાષ્ટ્રગાન ગાઇ નોંધાવ્યો હતો રેકોર્ડ
સાડા ત્રણ લાખ લોકોએ સમૂહમાં રાષ્ટ્રગાન ગાઇ નોંધાવ્યો હતો રેકોર્ડ
શોભાયાત્રામાં ફ્લોટ્સનું આકર્ષણ
શોભાયાત્રામાં ફ્લોટ્સનું આકર્ષણ
શોભાયાત્રામાં ફ્લોટ્સનું આકર્ષણ
શોભાયાત્રામાં ફ્લોટ્સનું આકર્ષણ

શોભાયાત્રામાં ફ્લોટ્સનું આકર્ષણ

રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તેવું પહેલું મંદિર
રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તેવું પહેલું મંદિર
1008 હવનકુંડનો રેકોર્ડ
1008 હવનકુંડનો રેકોર્ડ
લોકડાયરામાં ઉડ્યા નહોતા પૈસા
લોકડાયરામાં ઉડ્યા નહોતા પૈસા
યુવતીઓમાં સેલ્ફીનો ક્રેઝ
યુવતીઓમાં સેલ્ફીનો ક્રેઝ
લાખો લોકોએ પ્રસાદ લીધો હતો
લાખો લોકોએ પ્રસાદ લીધો હતો
શોભાયાત્રા વખતની તસવીર
શોભાયાત્રા વખતની તસવીર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો