સોમનાથમાં બનશે ખોડલધામ અતિથિભવન, એક’દી માં મળ્યું 26 કરોડનું દાન.

ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર હરિહરની ભુમિ સોમનાથનાં આંગણે વેરાવળ-સોમનાથ બાયપાસ ઉપર સાડા નવ વીઘા જમીનમાં ૩૦ કરોડનાં ખર્ચે બે વર્ષમાં અદ્યતન ખોડલધામ અતિથિભવનનું નિર્માણ થશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું. તેમજ મહાદેવની ધ્વજા-પુજા કરી હતી. લેઉવા પટેલ સમાજ તેમનાં સંગઠન, શિક્ષણ અને સંસ્કૃતિ સાથે સારા વિચારોને આવકારી સમાજના કાર્યમાં હંમેશા અગ્રેસર હોય એ તેનાં આજે દર્શન થયા હતા. સમાજ માટે કાર્ય કરવાની આહલેક થતા અતિથિભવનનાં નિર્માણ માટે એક દિવસમાં દાતાઓ દ્વારા ૨૬ કરોડનું માતબર દાનની ઘોષણા કરાઇ હતી. મુખ્ય દાતા સુઝલોન પરિવારે ભવનને પોતાનું નામ આપવાની દરખાસ્તને ત્યજી ખોડલ માતાનાં નામ સાથે અતિથિભવન નિર્માણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે યોજાયેલ કસુંબલ લોકડાયરો લોકોએ મનભરીને માણ્યો હતો.

સૌરાષ્ટ્રે સોમનાથં ચ…. જયોતિર્લિંગ શ્લોકની શરૂઆત જ અહીંથી થાય છે. સોમનાથ દાદાના દર્શન કરવા દેશભરમાંથી લોકો આવે છે. શ્રી લેઉવા પટેલ અતિથિ ભવન વેરાવળ – સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે સોમનાથમાં અતિઆધુનિક અતિથિ ભવનનું નિર્માણનું સ્વપ્ન જોનાર લેઉવા પટેલ સમાજના માર્ગદર્શક નરેશભાઈ પટેલના નેતૃત્વમાં ભૂમિપૂજન ૧૧મીને રવિવારે સવારે ૮:૩૦ કલાકે જાણીતા ઉદ્યોગપતિ તુલસીભાઈ તંતી (સુઝલોન ગ્રુપ- પુના)ના હસ્તે કરવામાં આવ્યું હતું.

લેઉવા પટેલ અતિથિ ભવન અતિઆધુનિક કક્ષાનું બનાવવામાં આવશે. અંદાજે ૧ લાખ સ્કવેર ફૂટનું બાંધકામ થશે. બાંધકામ બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ ચરણમાં રૂમ, બેન્કવેટ હોલ અને ભોજનાલયનું નિર્માણ કરવામાં આવશે.

બીજા તબક્કામાં કલબ હાઉસ, સ્વીમીંગ પુલ, થિયેટર, પાર્ટીલોન્સ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. અતિઆધુનિક કક્ષાનું ભવન હોવા છતાં અતિથિઓને વ્યાજબી ભાવે રહેવાની સગવડ કરવામાં આવશે.

અતિથિ ભવનનું વિશેષતા

 ૧૦ વિઘામાં થશે અતિથિ ભવનનું નિર્માણ

ડિલકક્ષ અને સ્વીટરૂમ સહિતના ૯૨ રૂમ હશે.

સ્વીમીંગ પુલ

૨ વિશાળ બેન્કવેટ હોલ

૨૩૪૭ સ્કે. ફૂટના બે ડોરમેટ્રીક હોલ

બાળકો માટે ગેમઝોન

૩૮,૭૫૦ સ્કે. ફૂટનો પાર્ટીલોન્સ

અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથેનું થિયેટર

રેસ્ટોરન્ટ અને કાફેટેરીયા

વિશાળ પાર્કીંગની સુવિધા

અદ્યતન એન્ટ્રી ગેઈટ

૨૮૬૨ સ્કે. ફૂટમાં કલબ હાઉસ.

જય માં #ખોડલ
જય #ભોજલરામ
જય #સરદાર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો