નરેશ પટેલ સાથે મુલાકાત બાદ ભરતસિંહ સોલંકી કહ્યું: ‘ભાજપે કંગના રનૌતને પદ્મશ્રી આપ્યો તો નરેશ પટેલ પણ તેના હકદાર છે’

ગુજરાતમાં આગામી 2022ની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે બંધ બારણે થયેલી બેઠકને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. જો કે બેઠક બાદ ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલ સાથેની પોતાની બેઠકને માત્ર ઔપચારિક મુલાકાત ગણાવી હતી.

ભરતસિંહ સોલંકીએ આગામી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાટીદાર સમાજ અંગે ભરતસિંહે જણાવ્યું કે, પાટીદાર સમાજ હોંશિયાર છે અને સમજુ છે. આવનારા દિવસોમાં ક્યાં વોટ કરવો, તે આ સમાજને બખૂબી ખબર છે.

વધુમાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, ગુજરાતની પ્રદેશ કમિટીમાં પાટીદારોને સ્થાન આપવામાં આવશે. કોંગ્રેસ પાટીદાર સમાજને આગળ રાખીને જ ચાલશે.

નરેશ પટેલ માટે પદ્મશ્રી પુરસ્કારની માંગ કરતાં ભરતસિંહે જણાવ્યું કે, ભાજપે કંગના રણોતને પદ્મશ્રી આપ્યો, તો નરેશ પટેલ પણ પદ્મશ્રી માટેના હકદાર છે.

જણાવી દઈએ કે, આગામી ડિસેમ્બર-2022માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ પોત-પોતાના સોગઠા ગોઠવી રહ્યાં છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતા જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા તરીકે આદિવાસી ચહેરો સુખરામ રાઠવા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. આ બન્ને મહત્ત્વના પદો પૈકી એક પર પાટીદાર ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી અટકળો થઈ રહી હતી. જો કે પાર્ટી હાઈકમાન્ડ તમામ અટકળોને ખોટી પાડી હતી.

એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી જેતપુર તાલુકાના કાગવડ ખાતે આવેલા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમા ખોડલ ધામની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જ્યાં ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે બંધ બારણે થયેલી બેઠક સૂચક માનવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો