શિયાળામાં ખાસ બનાવો સ્વાદિષ્ટ ખજૂર પાક, સ્વાદ એવો કે ખાનારા ખાતા જ રહેશે, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. આપણે ત્યાં જાતજાતના વસાણાઓ બનવાના શરૂ થઈ ચુક્યા છે. નાનેરા કે મોટેરા સૌ કોઈને ભાવે તેવા પાક શિયાળામાં દરેક ઘરમાં બનતા જ હોય છે. ખાસ તો સ્વાદના શોખીનો માટે શિયાળો આવે એટલે મજા પડી જાય છે. આજે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ કડકડતી ઠંડીને ઉડાડી દેવા સ્વાદિષ્ટ ખજૂર પાક સાંભળતા જ મોંમા પાણી આવી ગયુ ને તો રાહ કોની જુઓ છો આજે જ બનાવો સ્વાદિષ્ટ એવો ખજૂર પાક.

ખજૂર પાક બનાવવા જોશે જરૂરી સામગ્રી

  • 100 ગ્રામ – ખજૂર
  • 2 ચમચી – ઘી
  • 100 મીલી – દૂધ
  • 1 બાઉલ – સૂકો મેવો (કાજૂ, બદામ, પિસ્તા)
  • જરૂરિયાત મુજબ – વરખ

ખજૂર પાક બનાવવાની સરળ રીત

સૌપ્રથમ ખજૂર સુધારી લો. થોડું દૂધ ઉમેરીને મીકસરમાં ક્રશ કરી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરો. તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને સાંતળવુ. તે પછી તમે તેમા સૂકો મેવો પણ ઉમેરી શકો છો. હવે તે ઘટ્ટ થાય પછી ઘી ઉમેરીને ઠારી દેવું. થોડું ઠંડુ પડે એટલે વરખ લગાવીને કટ કરી લેવું. ત્યાર બાદ એરટાઈટ ડબ્બામાં ભરી લેવુ. તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી ખજૂર પાક.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો