ખાદી બોર્ડ ટૂંક સમયમાં ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલર કરશે લોન્ચ, વૈદિક કલર તમારા ઘરને બેક્ટેરિયાથી બચાવશે

ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) ટૂંક સમયમાં ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલર લોન્ચ કરશે. આ અંગે કેન્દ્રીય MSME મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર પર આ વૈદિક કલરનો ફોટો શેર કરી માહિતી આપી હતી અને કહ્યું હતું કે આનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનાવવામાં મદદ મળશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. KVICના ચેરમેન વી. કે. સક્સેનાએ જણાવ્યું હતું કે આ કલરનું લોન્ચિંગ 12 જાન્યુઆરીએ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે બજારમાં એન્ટી બેક્ટેરિયલ પેઈન્ટનો ભાવ રૂ. 550 પ્રતિ લિટર કે એનાથી વધુ હોય છે, એની સરખામણીએ વૈદિક પેઈન્ટ માત્ર રૂ. 225માં મળશે.

ખેડૂતોને એક ગાયદીઠ દૈનિક રૂ. 150ની આવક થશે

સક્સેનાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એક ગાય પાસેથી દૈનિક 30 કિલો સુધીનું છાણ મળી રહે છે. રૂ. 5 પ્રતિ કિલોના હિસાબે ગણતરી કરીએ તો એ મુજબ પશુપાલકો અને ખેડૂતોને એક ગાયમાંથી રૂ. 150ની વધારાની આવક થઇ શકે છે. એનાથી પશુપાલન કરતા ખેડૂતોને વર્ષે 55 હજાર રૂપિયાની વધારાની આવક થશે. ડિસ્ટેમ્પર અને પ્રવાહી મિશ્રિત આ વૈદિક કલર ઇકો ફ્રેન્ડલી, બિનઝેરી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને વોશેબલ હશે તેમજ એ ફક્ત ચાર કલાકમાં જ સુકાઈ જશે.

વી. કે. સક્સેનાએ કહ્યું હતું કે હાલમાં રાજસ્થાનના જયપુરમાં વૈદિક પેઈન્ટનું ઉત્પાદન થઇ રહ્યું છે. દૈનિક 500 લિટર ઉત્પાદન થઇ શકે એવો પ્લાન્ટ KVICની સાઈટ પર નાખવામાં આવ્યો છે. જયપુરની ગૌશાળા પાસેથી રૂ. 5 પ્રતિ કિલોના ભાવે ગાયના છાણની ખરીદી થઇ રહી છે. માગ મુજબ દેશનાં અન્ય કેન્દ્રો પર પણ પ્રોડક્શન શરૂ કરવામાં આવશે.

વૈદિક કલરનું KVIC પોતે પણ વેચાણ કરશે તેમજ દેશભરમાં એજન્સી આપવાનો પણ પ્લાન છે. સક્સેનાએ જણાવ્યું હતું કે ખાદી બોર્ડ તેના રિટેલ કાઉન્ટર પરથી આ કલરનું દેશભરમાં જાન્યુઆરીથી વેચાણ શરૂ કરશે. આ સાથે જ ઓનલાઈન પણ એનું વેચાણ કરવામાં આવશે. અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતા વૈદિક પેઈન્ટના વેચાણ માટે એજન્સી પણ આપવામાં આવશે.

વી. કે. સક્સેનાએ જણાવ્યું હતું કે આ પ્રોડક્ટ લોન્ચ કરવા પાછળ અમારો ઈરાદો રોજગારી સર્જન કરવાનો છે. ગાયના છાણમાંથી કલર બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવા અંદાજે રૂ. 25 લાખના રોકાણની જરૂર પડે છે. એક પ્લાન્ટ ઓછામાં ઓછા 10 લોકોને રોજગારી આપશે. જો કોઈ આ પ્લાન્ટ નાખવા માગતા હશે તેમને KVIC ટ્રેનિંગ આપશે. આ સાથે જ પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ લોન પણ આપવામાં આવશે. અમે ટૂંક સમયમાં ટ્રેનિંગ આપવાનું શરૂ કરીશું.

જે ફોટો શેર કરવામાં આવ્યો છે એના પર વૈદિક પેઈન્ટ નામ સાથે ગાયનું ચિત્ર દોરેલું છે. આ ઉપરાંત પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે ટેગલાઈન ‘પેઈન્ટ ફોર પ્રોટેક્શન એન્ડ પર્ફેક્શન’ પણ રાખવામાં આવી છે. આ સાથે જ પ્રોડક્ટ પર ઘરનું એક ચિત્ર પણ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો