કોરોના વાયરસ પર ભારતની મોટી જીત, કેરળમાં ત્રણેય દર્દીઓ સંક્રમણથી થયા મુક્ત

ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના આંકડા વધી રહ્યા છે. જોકે, તેમાં ભારતે કોરોના વાયરસને લઈને મોટી સફળતા હાંસલ કરી છે. કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રણેય દર્દીઓ હવે સંક્રમણ મુક્ત થઈ ગયા છે. કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રણેય દર્દીઓની સ્થિતિમાં સુધારો આવી ગયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આ પહેલા કેરળના બે દર્દીઓને સાજા થયા બાદ રજા આપી દેવામાં આવી હતી. જેમાંથી એકની સારવાર કાસારગોડની કંઝનગઢ સરકારી હોસ્પિટલમાં ચાલી રહી હતી, જ્યારે બીજા વિદ્યાર્થીની સારવાર અલપ્પુઝા મેડિકલ કોલેજની હોસ્પિટલમાં ચાલી રહી હતી. બંનેની તબિયતમાં સુધાર થતાં તેમને રજા આપી દેવામાં આવી.

ચીનમાં અત્યાર સુધીમાં 1775 લોકોના મોતઃ

ચીનમાં કોરોના વાયરસથી રવિવારે વધુ 142 લોકોના મોત થયા છે. જેનાથી ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની કુલ સંખ્યા 1775 થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર, શનિવારથી 2009 નવા મામલાઓ સામે આવ્યા છે. જે એક દિવસ પહેલા સામે આવેલા 2641 મામલાઓની સરખામણીમાં ઓછા છે. કુલ 71330 મામલાઓ સામે આવ્યા છે. જેમાંથી 10,973 સાજા થઈ ગયા છે.

મેડિકલ સામગ્રીનો પુરવઠો ચીન મોકલશે ભારતઃ

ચીનમાં કોરોના વાયરસના વધતા મામલાઓ જોતા ભારત ત્યાં મેડિકલ સામગ્રીઓનો પુરવઠો મોકલશે. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ ટ્વીટર પર લખ્યું, ભારત ચિકિત્સા સામગ્રીઓનો પુરવઠો મોકલશે અને મુશ્કેલભરી પરિસ્થિતિમાં ચીનને મદદ કરશે. આ એક મજબૂત ઉપાય છે. જે ચીનના લોકોની સાથે ભારત અને અહીંના લોકોની એકતા, મિત્રતા અને સદ્ભાવનાને પ્રદર્શિત કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો