કેરળ સરકારના પાંચ માસ્ટર સ્ટ્રોક નિર્ણય…જેનાથી જીવલેણ કોરોના પર મેળવી લીધો કાબૂ

દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ કોરોના વાયરસ સામેની જંગમાં ઘૂંટણ ટેકવી દીધા છે, પરંતુ કેરળ આ જંગમાં સિકંદર બનીને ઊભું છે. કેરળને આ લડાઈમાં સફળતા માત્ર કોઈ એક પગલાના કારણે નહીં પરંતુ ઘણા એવા નિર્ણયના કારણે મળી છે. જે કોરોનાને રોકવા માટે પૂરા પ્લાનિંગ સાથે લેવામાં આવ્યા હતા. આ યોજનાબદ્ધ રણનીતિની અસર એ થઈ કે કેરળમાં માત્ર 408 કેસ તે સમયે જોવા મળ્યા જ્યારે મહારાષ્ટ્રમાં તેનાથી 10 ગણા વધારે હતા. કેરળની આ સફળતા દુનિયાના સૌથી વિકસિત દેશ જર્મની અને સાઉથ કોરિયા જેવા દેશોની બરાબરીએ છે, જ્યારે રાજ્ય પાસે આ દેશોની સરખામણીમાં એટલા સંશાધન પણ નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

‘Break The Chain’અભિયાન બન્યું મિસાલ

પોતાના કાર્યકાળની શરૂઆતમાં મીડિયાની આલોચનાનો શિકાર બનેલા સીએમ પિનારાઈ વિજયને રાજ્યમાં કોરોનાને ફેલાતો રોકવા માટે અને લોકોને જાગૃત કરવા માટે ‘Break The Chain’ની શરૂઆત કરી. બસ સ્ટેન્ડ્સથી લઈને જાહેર જગ્યાઓ પર હાથ ધોવા માટે સાબુ, સેનિટાઈઝર અને અન્ય જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવાઈ. શરુઆતના દિવસોમાં જાહેર જગ્યાએ હાથ ધોવાની અને બસોમાં ચડતા લોકોની સતર્કતાથી પણ કેરળમાં લોકોને કોરોનાથી બચવામાં ઘણી મદદ મળી.

જલ્દી સ્ક્રીનિંગથી મળી મદદ

કેરળમાં મુસાફરોનું સ્ક્રીનિંગ તે સમયે શરૂ કરી દેવાયું હતું, જે સમયે દેશભરમાં લોકો એરપોર્ટ પર કોઈ પણ પ્રકારના હેલ્થ ચેકઅપ વગર અવર-જવર કરતા હતા. સરકાર તરફથી હાઈ રિસ્ક ધરાવતા દેશોમાંથી આવનારા લોકોને 28 દિવસ અને લો રિસ્ક દેશોમાંથી આવતા લોકોને 14 દિવસ ક્વોરન્ટિનમાં રાખવાનો નિર્ણય પણ નિર્ણાયક સાબિત થયો. આમ કરવાથી કેરળમાં દર્દીઓના ડાયરેક્ટ કોનેક્ટમાં આવવાથી થતાં સંક્રમણની સંખ્યા ઓછી થઈ. કેરળમાં અત્યારસુધીમાં કોરોનાનાં 395 કેસ રિપોર્ટ આવ્યા છે, જેમાંથી 277 લોકો વિદેશથી આવનારા મુસાફરો છે.

પૂરતું પ્લાનિંગ અને સમય પર લોકડાઉન

કેરળમાં પહેલા તમામ સ્થળો પર જીવન જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થાની ખાતરી કરવામાં આવી અને બાદમાં રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું. શેલ્ટર હોમ અને કોમ્યુનિટી કિચનની વ્યવસ્થાનું મોડલે પણ બીજા રાજ્યો કરતાં પહેલા લાગુ કરી દેવાયું. જેનાથી રાજ્યનાં લોકોમાં પેનિકની સ્થિતિ જોવા મળી નહીં.

કોઈને ઘરે જવા માટે પરેશાન ન થાય તેની પણ વ્યવસ્થા

કેરળમાં રહેતા પ્રવાસી મજૂરોને સરકારે પોતાના રાજ્યના મહેમાન ગણાવ્યા. આ મજૂરોના રહેવા અને ખાવા માટે 18 હજારથી વધારે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા, જેનાથી ત્યાંના મજૂરો પગપાળા ઘરે જાય તેવી સ્થિતિ બની નહીં. આ શેલ્ટર હોમમાં લોકોને બંને ટંકનું જમવાનું મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી.

જૂના અનુભવોની લેવાઈ મદદ

કેરળને પોતાના રાજ્યમાં મજબૂત હેલ્થ સેન્ટરથી ખૂબ મદદ મળી. કેરળને પોતાની હોસ્પિટલોમાં પહેલાથી જ ક્વોરન્ટિનની મોટી વ્યવસ્થા કરી અને વિદેશથી આવેલા લોકોને તેમાં રાખવામાં આવ્યા. આ સિવાય થોડા વર્ષો પહેલા નિપાહ અને ઈબોલા જેવા વાયરસોના સંક્રમણને રોકવાની દિશામાં પણ કેરળે જે રીતે કામ કર્યું હતું, તે અનુભવ પણ કોરોનાની જંગમાં કારગત સાબિત થયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો