રેપના આરોપીઓને આ દેશમાં ઈન્જેક્શન આપીને બનાવાય છે નપુંસક, બે હાથ જોડીને માગી રહ્યા છે માફી, જાણો વિગતે.

કઝાખાસ્તાનના બાળ યૌનશોષણના આરોપી તમામ પુરુષોની સામે સખત કાનૂન લાગુ કરવાનું બીડું ઝડપ્યું છે. દેશમાં બાળ યૌનશોષણના દોષીઓને નપુંસક બનાવવામાં આવી રહ્યા છે. સરકાર યૌન અપરાધીઓને ચેતવવા માટે મીડિયામાં અભિયાન પણ ચલાવી રહી છે. આ ક્રમમાં ઈન્જેક્શન મારફતે નપુંસક બનાવવા માટે મજબૂર કરાયેલ યૌન ઉત્પીડનના એક આરોપીને ટેલિવિઝન પર દયાની ભીખ માગતા દેખાડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એક રિપોર્ટ મુજબ કઝાખસ્તાનમાં નિયમિત રીતે ઈન્જેક્શન આપીને આવા અપરાધીઓને નપુંસક બનાવવામાં આવી રહ્યા છે. જેલની લાંબી સજા કાપ્યા બાદ પણ અપરાધીઓને નપુંસક બનાવવામાં આવી રહ્યા છે. જેલથી બહાર આવ્યા બાદ પણ આ લોકોને ઈન્જેક્શન આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

નપુંસક બનાવવાની પ્રક્રિયામાંથી પસાર થયેલા એક અપરાધીએ પહેલું ઈન્જેક્શન લાગ્યા બાદ ટેલિવિઝન પર તેને બર્બર ગણાવ્યું હતું. અને તેના પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. તેનું કહેવું હતું કે તે પોતાના ખરાબ દુશ્મનને પણ આવી સજા આપવા માગશે નહીં.

બાળ યૌનશોષણના દોષીએ ટીવી પર કહ્યું કે, મને ખબર છે કે આ મારા શરીર માટે હાનિકારક છે. મને ખબર છે કે ભવિષ્યમાં તે મારા સ્વાસ્થ્યને ખરાબ કરશે. તો અન્ય એક દોષીએ કહ્યું કે, હવે મને અફસોસ છે કે મેં આ અપરાધ કર્યો. હું મારા ઉદાહરણથી અન્ય પુરુષોને જણાવવા માગુ છું કે તેઓને આ પ્રકારના ભયાનક અપરાધ ન કરવા જોઈએ. હું એ લોકો પાસે ભીખ માગુ છું કે જેઓએ મને નપુંસક બનાવવાનો આદેશ કર્યો, તેઓને પોતાના નિર્ણય રદ કરવો જોઈએ. મારી ઉંમર ખુબ જ નાની છે. તો અન્ય એક આરોપીએ કહ્યું કે, મને કેમ નપુંસક બનાવવામાં આવી રહ્યો છે. હું માનું છું કે હું દોષી છું, પણ હું હજું જીવવા માગું છું. મારી પાસે હજુ પણ મારો પરિવાર અને બાળકો છે.

કઝાખસ્તાન સરકારનો દાવો છે કે તેના આ નિર્ણયથી બાળકો સામેના અપરાધમાં 15 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત આરોપીઓને નપુંસક બનાવતી નર્સે પણ સરકારના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે અન્ય દેશોએ પણ આ કાયદાને અપનાવવો જોઈએ. આવા લોકોને આવી રીતે જ રોકવાની જરૂર છે. તેઓ બાળકોની સામે ખુબ જ ભયાનક અપરાધ કરી રહ્યા છે.

આ ઉપરાંત કઝાખસ્તાનમાં બાળ અપરાધીઓના નામ, ફોટા અને એડ્રેસ પણ પ્રકાશિત કરવાનું કાનૂની પ્રાવધાન છે. ગત વર્ષે એક મેપમાં 243 સંભવિત ખતરનાક બાળ યૌનશોષણના અપરાધીઓની મુક્તિ બાદ તેઓનું સ્થાન દર્શાવવામાં આવે છે. એક જેલમાં 100થી પણ વધારે બાળ યૌનશોષણના આરોપી છે. પણ તેમાંથી ફક્ત 3ને જ નપુંસક બનાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો