‘ક્યાર’ વાવાઝોડું ચક્રવાત તોફાનમાં ફેરવાયું, રાજ્યભરમાં વાતાવરણમાં આવ્યો પલટો, બંદરો પર 2 નંબરનું સિગ્નલ

મહારાષ્ટ્ર પાસે દરિયામાં લો પ્રેશરનાં કારણે ચક્રવાત સર્જાયું છે. જેના પગલે સમગ્ર ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે જામનગર જિલ્લાના 300 જેટલા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે, સાથે સાથે જામનગરના નવા બંદર ખાતે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, હવામાન વિભાગે આગામી અઠવાડીયામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. જામનગરના દરિયામાં હાલ કરંટ જોવામાં આવ્યો નથી. જામનગર શહેરમાં ગત સાંજથી વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે.

વાવાઝોડાના પગલે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચલતી ફેરી બોટ સર્વિસ બંધ કરી દેવામા આવી છે. દરિયામાં કરંટ વધતા ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. દરિયામાં ઉંચા મોજા ઉછળતા મેરિટાઈમ બોર્ડએ આ નિર્ણય લીધો છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. ઓખા બંદરે પણ 2 નંબરના સિગ્નલ હોઈ દરિયામાં ભારે મોજા ઊછળતા હોઈ નિર્ણય લેવાયો છે..

  • ‘ક્યાર’ વાવાઝોડું ચક્રવાત તોફાનમાં પરિવર્તિત
  • ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું
  • વાવાઝોડુ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં વધી રહ્યું છે
  • વાવાઝોડુ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે
  • 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે
  • દક્ષિણ ગુજરાત – સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
  • અરબી સમુદ્રમાં 130 કિમીના ઝડપે પવન ફૂંકાયા
  • અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો

અરબી સમુદ્રમાં સર્જાયેલું એક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિણમ્યા બાદ હવે આગામી 48 કલાક દરમિયાન વાવાઝોડામાં પરિણમવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર બાદ પશ્વિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો