હવે કૃષિ ક્ષેત્રમાં પણ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો, એગ્રીકલ્ચર સ્ટુડન્ટને મળી 1 કરોડ પગારની ઓફર

દેશના યુવાનોમાં હવે એગ્રીકલ્ચર ફિલ્ડ તરફ રસ વધ્યો છે. જ્યારે એક એવી માહિતી મળી છે કે એગ્રિકલ્ચર ફિલ્ડની એક વિદ્યાર્થીને વાર્ષિક ધોરણે રૂપિયા 1 કરોડનો પેકેજ મળ્યો છે. વિદ્યાર્થીને આ ઓફર કૃષિ ક્ષેત્રમાં કામ કરનારી અને બેયર ગ્રુપ કંપની મોન્સેન્ટોએ આપી છે.

આ જબરદસ્ત ઓફર મેળવનારી વિદ્યાર્થી પંજાબના ગુરદાસપુર જિલ્લાની રહેવાસી કવિતા ફમન છે. તેઓ જલંધરની એક યુનિવર્સિટીથી એગ્રિકલ્ચર(કૃષિવિજ્ઞાન)માં એમએસસી કરી રહી છે. રિપોર્ટ મુજબ આ ઓફર સાથે તેઓ કેનેડામાં નોકરી કરશે. તેનું પેકેજ લગભગ 2,00,000 કેનેડીયન ડોલર છે જે ભારતીય ચલણમાં લગભગ 1 કરોડ 2 લાખ રૂપિયા થાય છે.

રિપોર્ટ મુજબ મોન્સેન્ટોની કેનેડા બ્રાન્ચે કવિતાને તેના મેનિટોબા ઓફિસમાં પ્રોડક્શન મેનેજરના પદ માટે નિમણૂક કરી છે. તેઓ આ મહિનાથી જોબ શરૂ કરશે. આ નોકરી માટે કવિતાની પહેલા એક પરીક્ષા લેવામાં આવી. ત્યાર બાદ કંપનીના અધિકારીઓએ ઈન્ટરવ્યૂ લીધો. કવિતાએ કહ્યું કે,‘આ એક સપનાનું સાચું થવા જેવું છે. કૃષિ વિજ્ઞાન તકનીકથી થનારા ફેરફારને અપનાવવાની જરૂર છે. બાયોટેકનોલોજીમાં નવીનતાથી લઈ ડેટા સાઇન્સના ઉપયોગ સુધી આ ફિલ્ડમાં નવીનતમ ટેક્નોલોજીને આપનાવવામાં આવી રહી છે. હું કંપનીને જોઈન કરવા માટે ઘણી ઉત્સાહિત છું અને ત્યા હું વધુ શીખવાની કોશિશ કરીશ.’

ઉલ્લેખનીય છે કે કવિતાની સફળતાથી કૃષિ શિક્ષાને પ્રોત્સાહન મળશે અને યુવાનો અને વિદ્યાર્થી આ ક્ષેત્રમાં વધુ શીખવા અને સખત મહેનત કરવા માટે પ્રેરિત થશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો