મહિને 1500 કમાનાર મહારાષ્ટ્રના અમરાવતીની બબિતાએ ‘કેબીસી’માં એક કરોડ રૂપિયા જીત્યા, કહ્યું, મધ્યાહન ભોજનનું કામ તો નહીં જ છોડું

મહારાષ્ટ્રના અમરાવતીની બબિતા સુભાષ તાડેએ ‘કૌન બનેગા કરોડપતિ 11’માં એક કરોડ રૂપિયા જીત્યા છે. બબિતા સ્કૂલમાં મિડ ડે મીલ બનાવવાનું કામ કરે છે. વાતચીતમાં બબિતાએ પોતાના સંઘર્ષ, પરિવાર તથા શો માટેની તૈયારી કેવી રીતે કરી તે અંગે વાત કરી હતી.

શું કહ્યું બબિતાએ?

1. 2002થી મિડ મીલ બનાવવે છે

હું અમરાવતીમાં સ્કૂલના બાળકો માટે મિડ મીલમાં ખીચડી બનાવું છે. મેં વર્ષ 2002માં આની શરૂઆત કરી હતી. તે સમયે સ્કૂલમાં માત્ર 30 બાળકો હતાં અને આજે 450 છે. શરૂઆતમાં મને માત્ર 100 રૂપિયા મળ્યાં હતાં. વર્ષ 2011-12થી 1000 રૂ. મળવા લાગ્યા હતાં. આ વર્ષે એપ્રિલમાંથી 1500 રૂ. મળવાની શરૂઆત થઈ છે. મારા પતિ છેલ્લાં 25 વર્ષથી આ જ સ્કૂલમાં પ્યૂન છે અને તેમને મહિને 25-26 હજાર મળે છે, જેનાથી અમારું ઘર ચાલે છે.

2. લગ્ન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું

નાનપણથી જ હું ભણવામાં ઘણી સારી હતી. અભ્યાસ માટે ઘણો જ સંઘર્ષ કર્યો છે, તેથી આનું મહત્ત્વ સમજું છું. જ્યારે એમ.એના સેકન્ડ યરમાં હતી ત્યારે જ મારા લગ્ન થઈ ગયાં. લગ્ન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. મારા પતિ 12 ધોરણ જ ભણેલા છે, તેમણે આગળ એટલા માટે અભ્યાસ ના કર્યો કે તેમને કોઈ સપોર્ટ ના મળ્યો. મારે એક દીકરો ને એક દીકરી છે. દીકરી ગ્રેજ્યુએશન કરે છે અને દીકરો 10મા ધોરણમાં છે.

3. ‘કેબીસી’ની ઘણી સિઝન જોઈ છે

મેં ‘કેબીસી’ની ઘણી સિઝન જોઈ છે. આની તૈયારી માટે મરાઠી ન્યૂઝ પેપર તથા સમાચાર ચેનલ રોજ જોતી હતી. જ્યાં માહિતી મળતી, તે વાંચતી હતી. જોકે, રજિસ્ટ્રેશન કરી શકતી નહોતી, કારણ કે મારી પાસે ફોન નહોતો. 2008 પછી મારા ઘરે ટીવી આવ્યું હતું. ગયા વર્ષે જ મેં ફોન લીધો અને ત્યારે રજિસ્ટ્રેશન કરી શકી.

4. અધિકારી બનવાનું સપનું જોતી હતી

મારા પિતાજી રાજકીય નિવાસમાં શૅફ હતાં. તેઓ મોટા અધિકારીઓ માટે ભોજન બનાવતા હતાં. મારા પિતાને હું મદદ કરતી અને રાત્રે અભ્યાસ કરતી હતી. ત્યાં સૂટ-બૂટ પહેરીને મોટા-મોટા અધિકારીઓ આવતા હતાં. તેમનો એટીટ્યૂડ જોઈને સારું લાગતું હતું. તેમને જોઈને વિચારતી હતી કે હું પણ ભણી-ગણીને આમના જેવી મોટી અધિકારી બનીશ.

5. પતિને જીતનું શ્રેય આપ્યું

મારા પતિએ ક્યારેય મને ભણતા અટકાવી નથી અને આ જીત તેમને કારણે જ મળી છે. તેમને ખ્યાલ છે કે હું વસ્તુઓને હેન્ડલ કરી શકું છું. આથી જ તેઓ હંમેશાંથી સપોર્ટ કરતાં. તેમના સપોર્ટ વગર આ થઈ શકત નહીં. તેઓ મારા કામનું સન્માન કરે છે અને હું પણ કરું છું.

6. અમિતાભ લોકોને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે

અમિતાભ બચ્ચન ઘણાં જ મહાન છે. હું તો વિચારી પણ નહોતી શકતી કે હું તેમને મળી શકીશ. તેઓ સામેની વ્યક્તિના લેવલ પર જઈને તેમને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. આ તેમની ખૂબી છે.

7. મિડ ડે મીલનું કામ છોડીશ નહીં

મારા સાસરે એક શિવ મંદિર છે, જે જર્જરિત થઈ ગયું છે. જીતેલી રકમમાંથી આ મંદિર વ્યવસ્થિત કરાવીશ. બાળકોને આગળ ભણાવીશ. તેમનું જીવન સિક્યોર કરવું છે. ત્યારબાદ પતિ જે કહેશે, તે કરીશ, કારણ કે મારા કરતાં તે સારું મેનેજમેન્ટ કરે છે. તેમની પાસે જૂનું બાઈક છે તો નવું બાઈક લઈશ. હા, મિડ ડે મીલનું કામ તો ચાલુ જ રાખીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો