પોતાના પરિવારને ડૂબતો બચાવવા 10 વર્ષના બાળકે બતાવ્યું અદ્ભૂત સાહસ, એસ.પી.એ બાળકનું સાહસ જોઈને તેનું સન્માન કર્યું

મુંબઈઃ 7 વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરી રહેલા 10 વર્ષના શ્રી ભાયાડેએ સાબિત કરી બતાવ્યું કે તે કેટલો સક્ષમ છે. તેણે ડૂબી રહેલી એસયુવી કારનો કાચ તોડીને પોતાનો જ નહીં, તેના પરિવારનો પણ જીવ બચાવ્યો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘટનાની વિગત એવી છે કે, પનવેલમાં રહેતો એક ભાયાડે પરિવાર રવિવારની સાંજે મુરૂડથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રાયગઢમાં મુરૂડ-અલીબાગ રોડ પર આવેલો સાંકડો કાશીદ પુલ ભારે વરસાદના કારણે આંશિક રીતે તૂટી ગયો હતો. એ સમયે નાળાના પાણીમાં બે બાઈક પણ પડી ગયા હતા. ત્યારે ભાયાડે પરિવારની એસયુવી કારના આગળના વ્હીલ તૂટેલા બ્રીજના એક ખાડામાં ફસાઈ ગયા.

કારનો દરવાજો લૉક થઈ ગયો હતો
રાયગઢના એસ.પી. અશોક દુધેએ જણાવ્યું કે, સાગર ભાયાડે કાર ચલાવી રહ્યાં હતા. પરંતુ જોરદાર પૂરના કારણે તેઓ કારનો દરવાજો ખોલી શક્યા નહીં. એ સમયે પૂરનું પાણી તેમની કારમાં ઘૂસ્યું. 10 વર્ષનો શ્રી પાછળની સીટ પર બેઠો હતી. તેણે સૂઝબૂજ વાપરીને પાછળના કાચ પર વારંવાર કીક મારી કે જ્યાં સુધી કાચ તૂટી ના જાય. ગમે તેમ કરીને તૂટેલાં કાચમાંથી તે બહાર આવ્યો. એ પછી શ્રીએ ડ્રાઈવર સાઈડનો કારનો દરવાજો ખોલ્યો અને તેના પિતાને કારમાંથી બહાર આવવા માટે મદદ કરી. પછી સાગરે શ્રીની મમ્મી અને તેના નાના ભાઈને કારમાંથી બહાર કાઢ્યા.

થો઼ડી જ વારમાં કાર પાણીથી ભરાઈ ગઈ
સાગરે જણાવ્યું કે, અમે રવિવારની સાંજે લગભગ પોણા આઠ વાગ્યાની આસપાસ ગામડેથી પરત ફરી રહ્યાં હતાં. અંધારાના કારણે બ્રીજ પર પડેલો ખાડો દેખાયો નહીં. અમારી કાર બ્રીજના ખાડામાં લગભગ 15 ફૂટ જેટલી નીચે પડી ગઈ, પરંતુ એક ઝાડમાં ફસાઈ ગઈ. થોડી જ વારમાં અમારી કાર પાણીથી ભરાઈ ગઈ. કારના દરવાજા લૉક થઈ જતા અમારો જીવ તાળવે ચોટી ગયો. મેં મારી બાજુમાં રહેલા કારનો કાચ તોડવાનો પ્રયાસ કર્યો, જ્યારે મારા દિકરાએ કારના પાછળના કાચને તોડવા માટે કીક મારવાનું શરૂ કર્યુ કે જ્યાં સુધી તે તૂટી ના જાય. પછી ગમે તેમ કરીને તે બહાર નીકળ્યો અને કારનો દરવાજો ખોલ્યો.

15 મીનીટ સુધી ઝાડની ડાળીઓ પકડીને લટકતા રહ્યાં
સાગરે વધુમાં જણાવ્યું કે, તેણે શ્રીને પોતાના ખભે ઉંચક્યો અને પછી તેને ઝાડની ડાળી પર ખસેડ્યો. ઝાડની ડાળીઓ પરથી તે બ્રીજ ઉપર પહોંચ્યો. તેનો પરિવાર ઝાડની ડાળીઓ પર હતો અને ગામના લોકોની મદદ માટે તે બૂમો પાડવા લાગ્યો. બાદમાં ગામના લોકો આવી પહોંચ્યા અને તેમને બ્રીજ પર પહોંચવામાં મદદ કરી. અમે લગભગ પાંચ મીનીટ સુધી કારમાં ફસાયેલા રહ્યાં, પરંતુ 15 મીનીટ સુધી અમે પાણીમાં બ્રીજની નીચે ઝાડની ડાળીઓ પકડીને ત્યાં જ રહ્યાં. આ અમારા જીવનનો સૌથી ડરામણો અનુભવ હતો, પરંતુ કારમાંથી બહાર આવવા માટે મારા દિકરાના પ્રયાસે અમારા બધાનો જીવ બચાવી લીધો.

સાગરે વધુમાં જણાવ્યું કે, અમારો દિકરો 3 વર્ષનો હતો ત્યારથી કરાટેની પ્રેક્ટિસ કરે છે અને તેની આ પ્રેક્ટિસના કારણે જ અમારો જીવ બચ્યો. મહત્વનું છે કે, રાયગઢના એસ.પી. અશોક દુધેએ આ બાળકનું સાહસ જોઈને તેનું સન્માન કર્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો