કર્ણાટકના મંત્રી બોલ્યા, ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવનારા પાકિસ્તાનના સમર્થકોને ગોળી મારવાનો કાયદો બનાવવો જોઈએ

19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ અમૂલ્યા લિયોનીએ CAA વિરોધી રેલીના એક કાર્યક્રમમાં લગાવેલા ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારાઓથી નવો વિવાદ ઊભો થઇ ગયો છે. કર્ણાટક સરકારના મંત્રી બી. સી. પાટીલે આવા પાકિસ્તાની સમર્થનમાં નારા લગાવનારાઓને જોતાની સાથે જ ગોળી મારી દેવાની વકાલત કરી હતી. તેમણે કહ્યું હતું કે, એવો કેન્દ્રીય કાયદો હોવો જોઇએ કે આ કાયદા હેઠળ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવનારા લોકોને ગોળી મારી શકાય.

તમને જણાવી દઇએ કે, અમૂલ્યા નામની 19 વર્ષીય છોકરીએ CAA વિરોધી રેલીના કાર્યક્રમ દરમિયાન ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. એ કાર્યક્રમમાં AIMIMના ચીફ અસદુદ્દીન ઔવેસી પણ હાજર હતા. ઔવેસીએ અમૂલ્યાની નારેબાજીનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ પોલીસ તેને મંચ પરથી ઉતારીને લઇ ગઇ અને રાજદ્રોહના કેસમાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ મુદ્દા પર પૂછાયેલા સવાલનો જવાબ આપતા પાટીલે કહ્યું હતું કે, હું નરેન્દ્ર મોદીને અપીલ કરીશ કે એવો કાયદો લાવવામાં આવે કે જેમાં રાજદ્રોહીઓને જોતાની સાથે જ ગોળી મારવાની વ્યવસ્થા હોય. કેન્દ્ર સરકારે એવો કાયદો લાવવો જોઇએ કે, આ કાયદા હેઠળ દેશ વિરોધી નારા લગાવનારા લોકોને ગોળી મારી શકાય. તેમણે આગળ કહ્યું હતું કે, એવા લોકોને તરત જ ગોળી મારી દેવી જોઇએ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મીડિયા દ્વારા અપીલ કરું છું કે, તેને લઇને એક કાયદો બનાવવામાં આવે. હું આ બાબતે એક પત્ર પણ લખીશ. તો બીજી તરફ ડી. વી. સદાનંદ ગૌડાએ કહ્યું હતું કે, દેશ વિરોધી નારા લગાવનારા લોકો પર કોઇ પણ પ્રકારની દયા ન કરવામાં આવે અને તેમની વિરુદ્વ કડક કાર્યવાહી કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો