સળગતા મકાનમાં બાળક જોરશોરથી રડી રહ્યું હતું કોન્સ્ટેબલે ઘરમાં જઈને જીવના જોખમે બચાવ્યો જીવ

પાડોશી રાજ્ય રાજસ્થાનના કરૌલી શહેરમાં શનિવારે સાંજે હિન્દુવાદી સંગઠનોની બાઈકરેલી યોજાઈ હતી. રેલી પર પથ્થરમારો થતા ઉપદ્રવીઓએ અનેક દુકાનને આગચંપી કરી હતી. માર્કેટમાં ખરીદી કરવા માટે ગયેલી બે મહિલાઓ જીવ બચાવવા માટે નજીકના એક મકાનમાં સંતાઈ ગઈ હતી.પણ મકાનમાં પણ આગ પ્રસરી ગઈ હતી. ચારેય બાજુંથી આગની જ્વાળા નીકળતી હતી. મહિલા સાથે રહેલું બાળક પડવા લાગ્યું હતું.

રડતાં બાળકનો અવાજ સાંભળીને કોન્સ્ટેબલ નેત્રેશ દોડી ગયો હતો. બાળકને તેડીને આગમાંથી બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો. આ પોલીસની પાછળ મહિલાઓ પણ દોડી ગઈ હતી. જેના કારણે ત્રણ વ્યક્તિઓના જીવ બચી ગયા હતા. આ ઘટના અંગે કોન્સ્ટેબલ નેત્રેશે જણાવ્યું હતું કે, બાઈકરેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આગ લાગી ગયા બાદ વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

ચારેય બાજુ આગ અને ધુમાડો જ દેખાતો હતા. સાંજના સમયે 6.30 વાગ્યે હું ફૂટાકોટ પર પોલીસ પાર્ટી સાથે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યો હતો. ફૂટાકોટ પર બંગડીની દુકાન ભડભડ બળી રહી હતી. દુકાનની બાજુંમાં રહેલું એક મહાન ચારેય બાજુથી આગમાં લપેટાઈ ગયું હતું. એમાંથી બે મહિલાઓ અને બાળકને રડવાનો અવાજ આવી રહ્યો હતો. બાળક જોરશોરથી રડી રહ્યું હતું. મહિલાઓ બૂમો પાડતી હતી. કોઈ મારા બાળકને બચાવો આ અવાજ મારા કાને પડતાં મેં જોયું મહિલા આગની જ્વાળા વચ્ચે અટવાઈ ગઈ હતી. હું દોડીને ત્યાં પહોંચી ગયો અને બાળકને કપડાંમાં ઢાંકી દીધો હતો.

મહિલાઓને કહ્યું કે, હું બાળકને લઈને બહાર ભાગું છું. તમે મારી પાછળ દોડજો. બાળકને તેડીને હું આગની જ્વાળા વચ્ચે બહાર ભાગ્યો. મારી પાછળ બંને મહિલાઓ પણ દોડી ગઈ. આમ ત્રણેયના જીવ બચી ગયા. પછી સુરક્ષિત જગ્યાએ મેં એમને છોડી દીધા. મહિલાઓએ પણ મારો આભાર માન્યો. રાજસ્થાન પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી જીવ બચાવનાર નેત્રેશ શર્માનો ફોટો શેર કરવામાં આવ્યો છે. એમની હિંમતને સલામ લોકો કરી રહ્યા છે. બે સમુદાય વચ્ચે થયેલી બબાલે મોટું રૂપ લઈ લેતા મામલો બિચ્કયો હતો. તાત્કાલિક વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત લાગુ કરી દેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો