કાનપુરમાં ભયંકર રોડ અકસ્માત, સ્પીડમાં આવલી ટ્રોલી પલટી જતા 22 લોકો તેની નીચે દબાયા, 6 લોકોના મોત

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં થયેલા ભીષણ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. સૂચના બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેહોને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી લીધા છે. સાથે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ મામલામાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટ્રોલીમાં સવાર 22 લોકો તેની નીચે દબાઈ ગયા

જાણકારી મુજબ આ ઘટના કાનપુરની ભોગનીપુર કોતવાલી વિસ્તારનો છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્ષેત્રમાં સ્થિત હાઈવે પર એક સ્પીડમાં આવી રહેલી ટ્રોલી કાબુ ગુમાવી પલટી ગઈ હતી. જેમાં ટ્રોલીમાં સવાર 22 લોકો તેની નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. ત્યારે અન્ય 16 મજુરોને ઘણી મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આમાંથી 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને પ્રાથમિક સારવાર માટે તેમના પરિવાર જનોની પાસે છોડી દેવામાં આવ્યા છે.

ટ્રોલી સવાલ મહિલા મજૂર શ્યામા દેવીએ જણાવ્યું કે આ તમામ મજૂરો હમીરપુર જિલ્લાના રહેવાસી છે. જે ઈટાવા તરફ જઈ રહ્યા હતા. આ તમામને ઈટાવામાં કોલસાને છાનવા કામ મળ્યું હતુ. જેના માટે તમામ હમીરપુરથી નિકળ્યા હતા. મહિલાના અનુસાર ટ્રોલ ચાલક સ્પીડમાં ગીતો વગાડી રહ્યો હતો અને ગાડી ખોટી રીતે ચલાવી રહ્યો હતો. જેના કારણે ટ્રોલી પલટી ગઈ. આ ઘટનામાં મરનારાઓમાં માસૂમ બાળકો પણ સામેલ છે. ત્યારે આ ઘટનાથી સ્થળ પર બુમો – ચીખો સંભળાઈ હતી. આનન-ફાનનમાં હાઈવેથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ પોતાના વાહનો રોકી આ લોકોને બહાર કાઢવાનું શરુ કર્યુ હતુ. સાથે મામલાની સૂચના ભોગનીપુર કોતવાલી પોલીસને આપી. સૂચના મળતા જ ભોગનીપુર કોતવાલ સ્ટેશન ફોર્સની સાથે સ્થળ પર પહોંચ્યા અને ઉચ્ચે અધિકારીઓને પણ ઘટનાની જાણકારી આપી. આ ઘટનામાં ઘાયલોને પ્રાથમિક ઉપચાર માટે પુખરાયાના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. જ્યાંથી તેમને કાનપુર દેહાતના માતી જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો