બહેનને વારંવાર જેમ ફાવે એમ બોલી અને માર મારતો હતો જીજાજી, 20 વર્ષનાં ભાઇએ રક્ષાબંધને જીજાજીની હત્યા કરી નાખી

ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં (Uttar Pradesh Crime News) રક્ષાબંધનનાં (Raksha bandhan 2021) દિવસે એક ભાઇએ તેની બહેનનાં પતિની હત્યા કરી નાખી. આ વ્યક્તિ આરોપીની બહેનને વારંવાર જેમ ફાવે એમ બોલતો અને મારતો હતો. મહિલાએ રાખડી બાંધતા જેમ તેનાં ભાઇને પોતાની આપવીતી સંભળાવી ભાઇનો (Crime News) ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો હતો અને તે તેનાં જીજાનાં ઘરે પહોંચી ગયો હતો અને તેની હત્યા કરી નાંખી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રક્ષાબંધનનાં દિવસે બહેન તેનાં પતિને લઇને તેનાં ભાઇનાં ઘરે તેને રાખડી બાંધવા આવી હતી. પણ ત્યાં નશામાં ધૂત પતિ તેનાં સાળાને જેમ ફાવે એમ ગાળો ભાંડવા માંડ્યો હતો.જે બાદ તે 20 વર્ષીય ભાઇ એટલો નારાજ થઇ ગયો હતો. તેણે ચપ્પાનાં ઘાં છીંકીને તેનાં જીજાની હત્યા કરી નાંખી હતી. બહેનનાં પિતાએ પોતે પોલીસને ફોન કરીને તેમનાં દીકરાની હરકત અંગે માહિતી આપી હતી.અને તેની ધરપકડ કરાવી હતી.

BSNLનાં રિટાયર્ડ કર્મચારીએ તેની દીકરીનાં લગ્ન 14 વર્ષ પહેલાં પાસે રહેતાં એક વ્યક્તિ સાથે કર્યા હતાં. તેમને આ લગ્નથી બે બાળકો છે. મહિલાનાં પિતાએ જણાવ્યું છે કે, દારુનો વિરોધ કરવાં મામલે મારી દીકરી અને જમાઇ વચ્ચે ઘણી વખત બબાલો થઇ છે.

કાનપૂરમાં રવિવાર પતિ તેની પત્નીને લઇને ભાઇને રાખડી બંધાવવાં આવ્યો હતો. રાખડી બંધાવવાની વિધિ પૂર્ણ થયા બાદ તે વ્યક્તિ તેની પત્નીને છોડીને ત્યાંથી જતો રહ્યો હતો. રાત્રે તે ફરી નશામાં ધૂત થઇ ફરી આવ્યો હતો તે સમયે તેનાં સાસરાવાળાને જેમ ફાવે એમ ગાળો ભાંડવા લાગ્યો હતો. આ સમયે તેમનો ઝઘડો થયો હતો.

આ સમયે જીજા સાળા વચ્ચે જંગ ખેલાઇ ગઇ હતી. અને સાળાએ જીજાને ચપ્પુનાં ઘા મારી તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે હાલમાં લાશ કબ્જે કરી લીધી છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

આ મામલે મૃતકનાં પરિવારજનોનું કહેવું છે કે, બંને વચ્ચે અણબનાવ હતો. પણ છેલ્લાં થોડા સમયથી તેઓ એક સાથે રહેવાં લાગ્યા હતાં. તેની પત્નીએ જ તેની હત્યા કરાવી છે. આ મામલે હાલમાં પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. પરિવારજનોએ પોલીસ પર પણ આરોપ લગાવ્યો છે કે, તેમણે તેમનાં દીકરાનાં મોતનાં સમાચાર જ મોડા આપ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો