ગુજરાતના આ ગામના ખેતમજૂરના ઘરમાં 5 હજારથી વધુ પુસ્તક

લખતર: આજનાં જમાનામાં બાહ્ય આડંબર જ મનુષ્યને અધોગતિ તરફ દોરી જાય છે ત્યારે ઉચ્ચ વિચારો માટે જો કોઈ સાધન હોય તો તે છે પુસ્તક વાંચન. અને આ વાતને સાર્થક કરે છે. લખતર તાલુકાનાં નાના એવા ગામ ઘણાદનાં કાનજીભાઈ ચતુરભાઈ પટેલ. જેઓને પુસ્તક વાંચવામાં જ નહીં પરંતુ લોકોને પુસ્તક વંચાવવામાં વધુ આનંદ મળે છે. લખતર તાલુકામથકથી પંદરેક કી.મી. દુરનાં અને માત્ર પંદરસોની વસ્તી ધરાવતાં ગામ ઘણાદનાં એક છેવાડે રહેતાં કાનજીભાઈ ચતુરભાઈ પટેલ પોતે અપરણિત છે.

કાનજીભાઈનાં મતે જેણે વાંચ્યું નથી તે જીવનમાં કશું કરી શકતો નથી

અને પોતાની બેન સાથે રહે છે. પોતે ખેતમજૂર હોવા છતાં તેમને પુસ્તક વાંચવાનો શોખ કેમ જાગ્યો તેવા સવાલનાં જવાબમાં તેમણે જણાવ્યું કે આમ તો હું ભજનનો શોખિન. પરંતુ કેટલાંક માર્મિક ભાષાનાં ભજનોનો અર્થ મને ન સમજાતાં મેં આ અર્થો શોધવા પુસ્તકો ફંફોળવાનાં ચાલુ કર્યા. અને આમ મને પુસ્તકોનાં વાંચનની પ્રેરણા મળી. ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવાથી કાનજીભાઈએ માંડ માંડ ધોરણ દશ સુધીનો અભ્યાસ જ કરેલ છે.

અને કાનજીભાઈએ ખેતમજુરીને પોતાની રોજી બનાવી. અને પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ઘણાદ ગામનાં લોકોની પણ મદદ મળતી. તેઓએ કહ્યું કે જો સારું કરવાવાળા હોય તો દેવાવાળા તો મળી જ રહે છે. આમ તો ભાદરણખાતે આશ્રમ સ્થાયી રહેતાં કૃષ્ણાનંદજી સ્વામિ કોઈને પણ પોતાનાં શિષ્ય ન બનાવતાં. પરંતુ ગમે તેમ સ્વામિજીએ મારા માથે હાથ મૂકી મને શિષ્ય બનાવેલો.

કાનજીભાઈનો મૂળ આશય લોકોને વાંચતાં કરવાનો

આમ પુસ્તક વાંચવાનો શોખ જાગૃત થતાં મેં જુના જુના પુસ્તકો મેળવવા લગભગ રવિવારીમાં પણ ફરીને સારા સારા પુસ્તકો ખરીધા છે. હાલમાં કાનજીભાઈની ઘરની લાઈબ્રેરીમાં આશરે પાંચેક હજાર પુસ્તકો મળી રહે. કાનજીભાઈની લાઈબ્રેરીમાં ઓશો રજનીશ, જે.કૃષ્ણમૂર્તિ, લાઓત્સે, સોક્રેટીસ, શેક્સપીયર, બર્નાડશો તેમજ ખલીલ જીબ્રાન વગેરેનાં ગુજરાતી અનુવાદો ઉપરાંત કબિર સાહેબ જેવા મહાનપુરુષોનાં જીવનચરિત્રનાં પુસ્તકો છે.

કાનજીભાઈનાં મતે જેણે વાંચ્યું નથી તે જીવનમાં કશું કરી શકતો નથી. અને માટે જ ગુજરાત સરકાર દ્વારા વાંચે ગુજરાત અભિયાન ઉપાડ્યું છે. આમ વાંચે તે વિચારશે. અને વિચારશે તે જ જીવનમાં પ્રગતિ કરી શકશે. કાનજીભાઈનો મૂળ આશય લોકોને વાંચતાં કરવાનો હોવાનું તેમણે જણાવ્યું હતું.

પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ઘણાદ ગામનાં લોકોની પણ મદદ મળતી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો