કંગનાએ જાવેદ અખ્તરના ધજાગરા કરી નાંખ્યા, વીડિયો શેર કરીને બધી પોલ છતી કરી દીધી! જાણો શું ખુલાસા કર્યા
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કારણે બોલિવૂડ તેમજ આખા ભારતમાં સનસની મચી ગઈ છે. તેના મૃત્યુ બાદ ઘણા અભિનેતાએ બોલિવૂડની લાલિયાવાડીનો વિરોધ કર્યો છે. પરંતુ સુશાંતના અવસાન પછી કંગનાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં કંગનાએ ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરાઓની પોલ છતી કરી હતી. કંગનાએ હવે ફરીવાર મોટા ખુલાસા કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કંગનાએ કહ્યું કે, મારો એક સમય એવો હતો જ્યારે આવા દબાણમાંથી પસાર થવું પડતું હતું. એકવાર જાવેદ અખ્તરે મને તેના ઘરે બોલાવી અને કહ્યું કે, રાકેશ રોશન અને તેમનો પરિવાર ખૂબ મોટા લોકો છે. જો તું તેમની પાસે માફી માંગીશ નહીં, તો પછી તારે ખુબ મોટો લોસ થશે. તેઓ તને જેલમાં ધકેલી દેશે અને આ બધા પછી તારી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. મેં ઋત્વિકની માફી ન માંગી, તો હું આત્મહત્યા કરીશ. આ વાત શેર કરતાં જ સોશિયલ મીડિયામાં સનસની મચી ગઈ છે.
આગળ વાત કરતાં કંગનાએ કહ્યું કે, શું આ લોકો સુશાંતના મગજમાં આવી વસ્તુઓ ભરી રહ્યા હતા? મને ખબર નથી પણ હું પણ આ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ છું. જેથી હું તેને સમજી શકું. સુશાંતે ઘણી વાર પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, નેપોટિઝમ અને ટેલેન્ટ બંને ઈન્ડસ્ટ્રીમાં સાથે ન ચાલી શકે. હું જાણું છું કે સુશાંતના આદિત્ય ચોપડા સાથે પણ મતભેદો હતા. જ્યારે મેં સુલતાનને નકારી કાઢી હતી ત્યારે તેણે મને ધમકી પણ આપી હતી કે હવે તે ક્યારેય મારી સાથે કામ કરશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

