આ વર્ષે એક જ દિવસે કાળી ચૌદશ અને દિવાળી ઉજવાશે, 12 વર્ષ પહેલાં પણ આવો સંયોગ બન્યો હતો
આ વર્ષે દિવાળીએ ચૌદશ અને અમાસ તિથિ એક જ દિવસે રહેશે. રવિવાર, 27 ઓક્ટોબરે સવારે ચૌદશ અને સાંજે અમાસ રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે 27મીએ સાંજે લક્ષ્મીપૂજા થશે. આ દિવસે ગુરૂ વૃશ્ચિક રાશિમાં રહેશે. સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે. આ વર્ષ પહેલાં પણ ગુરૂના વૃશ્ચિકમાં રહેતાં ચૌદશ અને અમાસના યોગમાં દિવાળી ઉજવવામાં આવી હતી. 12 વર્ષ પહેલાં 8 નવેમ્બર 2007ના રોજ પણ આવો જ યોગ આવ્યો હતો. તે સમયે પણ શનિ અને કેતુની યુતિ હતી, પરંતુ આ ગ્રહ સિંહ રાશિમાં સ્થિત હતાં. 23 ઓક્ટોબર 1995એ ગુરૂ વૃશ્ચિક રાશિમાં હતો અને ત્યારે પણ ચૌદશ અને અમાસ તિથિએ દિવાળીનો પર્વ ઉજવવામાં આવ્યો હતો.
દિવાળી સાથે જોડાયેલી માન્યતાઃ-
દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. આ મંથનમાં આસો વદ અમાસ તિથિએ દેવી લક્ષ્મી પ્રકટ થયાં હતાં. ત્યાર બાદ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીનું વરણ કર્યું હતું. એટલાં માટે દર વર્ષે આસો વદ અમાસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. સમુદ્ર મંથનથી દેવતાઓના વૈદ્ય ભગવાન ધનવંતરિ પણ પ્રકટ થયાં હતાં. તેમની પૂજા ધનતેરસના દિવસે કરવામાં આવે છે.
27 ઓક્ટોબરે સવારે ચૌદશ અને સાંજે અમાસ રહેશેઃ-
રવિવાર, 27 ઓક્ટોબરે સવારે ચૌદશ તિથિ રહેશે અને સાંજે અમાસ રહેશે. આ કારણે રવિવારે જ લક્ષ્મી પૂજન કરવામાં આવશે. પં. શર્મા પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા માટે રાતનો સમય જ શ્રેષ્ઠ રહે છે. આ કારણે મોટાભાગના લોકો મોડી રાતે લક્ષ્મી પૂજા કરે છે. આ સંબંધે માન્યતા છે કે, જે લોકો દિવાળીની રાતે જાગીને લક્ષ્મી પૂજા કરે છે, તેમના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
શુક્રવાર, 25 ઓક્ટોબરે સવારે બારશ તિથિ અને સાંજે ધનતેરસ રહેશે. પંચાંગ ભેદના કારણે 26 ઓક્ટોબરે કાળી ચૌદશ રહેશે. 27 ઓક્ટોબરે પણ સવારે કાળી ચૌદશ રહેશે અને અમાસ રાતે હોવાથી દિવાળી 27મીએ જ ઉજવવી શ્રેષ્ઠ રહેશે. જે લોકો અમાસ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવા માંગે છે, તેમણે સોમવાર, 28 ઓક્ટોબરની સવારે શ્રાદ્ધ કર્મ કરવું જોઇએ. શ્રાદ્ધ કર્મ માટે સવારનો સમય શ્રેષ્ઠ રહે છે અને 28 ઓક્ટોબરે સવારે અમાસ તિથિ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..