ખોડલધામથી મોટી જાહેરાત: હવે લેઉવા-કડવા નહી માત્ર પાટીદાર જ લખાશેઃ નરેશ પટેલ

રાજકોટના ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પૂર્ણ થઈ છે અને સમાજના અગ્રણીઓ દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ત્યારે નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.

કાગવડ ધામ ખાતે લેઉવા અને કડવા પટેલ અગ્રણીઓની બેઠક બાદ ચેરમેને જણાવ્યું કે, આજની બેઠકમાં મહત્વની ચર્ચા કરાઈ છે. ખાસ કરીને સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે તે અંગે મંથન કરવામાં આવ્યું હતું. સાથે જ પાટીદાર સમાજના વિકાસ અંગે પણ ચર્ચા કરાઈ હોવાની વાત નરેશ પટેલે કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હવેથી લેઉવા-કડવા નહી માત્ર પાટીદાર જ લખાશે: નરેશ પટેલ
તો આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશે અને હવેથી લેઉવા-કડવા નહી માત્ર પાટીદાર લખાશે. તો નરેશ પટેલે તાજેતરમાં જ રાજ્યમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને લઈને પણ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરીશું. તો જરૂર પડશે તો ચૂંટણીમાં સારા ઉમેદવારને ટેકો આપવાની પણ વાત તેમણે કરી હતી.

પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવાની નરેશ પટેલે કરી વાત
ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠકને લઈને ખોડલધમના ચેમમેન નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે, તેને જોઈને ગુજરાતમાં તેને સ્થાન મળી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય.

આ સિવાય વિશ્વભરમાં પથરાયેલા પાટીદાર સંસ્થાઓને એક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાટીદાર સંગઠનને મજબૂત કરવા અંગે, પાટીદારોને યોગ્ય સ્થાન મળે તે અંગેની ચર્ચા અને બેઠકમાં 2022ની ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ હોવાનું નિવેદન નરેશ પટેલે આપ્યું છે. ખોડલધામ ખાતે આજે પાટીદાર સમાજની 6 સંસ્થાઓની બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં 6 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.

નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે : ભીમજી નાકરાણી
ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર બેઠકમાં પાટીદાર અગ્રણી ભીમજી નાકરાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે કે, નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે. હવે પાટીદારો પાસે કેશુબાપા જેવા મજબૂત નેતા નથી. તો ત્રીજા પક્ષને લઇને પણ ભીમજી નાકરાણીએ ચિંતા વ્યક્ત કરી છે.

અત્રે નોંધનીય છે કે, પાટીદારોની 6 દિગ્ગજ સંસ્થાઓના પ્રમુખો સહિતના દિગ્ગજોની આજે ખોડલધામ ખાતે મિટિંગ યોજાઈ હતી, આ બેઠક પર સૌ કોઈની નજર હતી. જાણવા મળી રહ્યું છે કે આ મિટિંગમાં વિશ્વઉમિયાધામ, ઉમિયાધામ ઉંઝા, સરદારધામ, ઉમિયાધામ સિદસરના પ્રમુખો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં આર.પી.પટેલ, નરેશ પટેલ ,દિલિપભાઇ પટેલ નેતાજી, જેરામભાઇ વાસજાળીયા, મૌલેષભાઇ ઉકાણી( બાનલેબ), મથુર સવાણી, ગગજીભાઇ સુતરિયા, લવજી બાદશાહ, દિપકભાઇ પટેલ, ડિ.એન.ગોલ, દિનેશ કુંભાણી સહિતના પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રીઓ હાજર રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો