મહામારીની વિકટ પરિસ્થિતિમાં પણ પૈસાના લાલચી લોકોને કમાઈ જ લેવું છે: કડીની નર્સે 15 હજારમાં વેચ્યું એક્સાપયરી ડેટવાળું રેમડેસિવિર ઈન્જેક્શન

કોરોનાકાળમાં જ્યાં એક બાજુ હજારો લોકો પિસાઈ રહ્યા છે. ઈન્જેક્શન, ઓક્સિજન માટે રઝળપાટ કરી રહ્યા છે. તેવામાં આવી વિકટ પરિસ્થિતિમાં પણ પૈસાના લાલચી લોકોને કમાઈ જ લેવું છે. જેનો એક ચોંકાવનારો કિસ્સો કડીથી સામે આવ્યો છે. કડીની ખાનગી હોસ્પિટલની નર્સે 15 હજારની ઊંચી કિંમતે રેમડેસિવિરનું ઈન્જેક્શન વેચ્યું હતું. પણ આ ઈન્જેક્શન એક્સાપયરી ડેટવાળું નીકળ્યું હતું. આ મામલે પોલીસે નર્સને ઝડપી પાડી છે.

કડી ખાતે આવેલ રિધમ હોસ્પિટલમાં કોવિડનાં દર્દીને રેમડેસિવિર ઈન્જેક્શન એક્સપાયરી તારીખનું આપી MRP કરતાં વધુ પૈસા લેતાં દર્દીના પરિવારજનોએ હોબાળો કર્યો હતો. હાલ કડી પોલીસે હોસ્પિટલની નર્સ ગુડ્ડી રાજપૂત સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રિધમ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેકશન એક્સપાયરી ઉપર સ્ટીકર લગાવી દર્દીને આપવામાં આવે છે. અને MRP કરતાં વધારે પૈસા લેતા હોય છે. ત્યારે રિધમ હોસ્પિટલમાં દાખલ કોવિડના દર્દીનાં પરિવારજનોએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

પરિવારજનોએ રેમડેસિવિર ઈન્જેક્શનના ઉપરથી સ્ટીકર હટાવી પર્દાફાશ કરી હોબાળો કર્યો હતો. ઘટનાની જાણ થતાં કડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો કડી પોલીસ મથકના પીએસઆઇ ખુદ ફરિયાદી બની રિધમ હોસ્પિટલની નર્સ ગુડ્ડી રાજપૂત સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ મહામારીના સમયમાં પણ થોડા પૈસા માટે ગુડ્ડી રાજપૂતે અનેક લોકોની જિંદગી સાથે રમત રમી હતી. આ ઈન્જેક્શન અગાઉ કેટલા દર્દીને વેચ્યું હશે. અને તેનાથી દર્દીઓનાં મોત થયા હશે કે સાજા થયા હશે તે એક તપાસનો વિષય છે. પણ આ મહામારીના સમયમાં પણ માનવધર્મ ભૂલી આ રીતે પૈસા કમાવતા લોકોને કઠોરમાં કઠોર સજા કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો