કડીમાં 32 દિવસની બાળકીનું ગળું દબાવીને પરિવારે કરી હત્યા? એક વર્ષ પછી આ રીતે ફૂટ્યો ભાંડો

સામાન્ય રીતે આપણે દીકરીને (Baby girl) ઘરની લક્ષ્મી માનતા હોઇએ છીએ પરંતુ હજી પણ એવી માનસિકતાવાળા લોકો છે જે દીકરીને હજી ભાર માને છે. હજી એવા વિચારોવાળા લોકો છે જેને પુત્રનો મોહ છે. ત્યારે મહેસાણાના (Mahesana) કડીમાં (Kadi) એક રૂંવાટા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. મહેસાણાના કડીના કરણનગર રોડ પરના રાજભૂમિ ફ્લેટની આ ઘટના છે. જ્યાં એક પરિવારે 32 દિવસની દીકરીને મોતને ઘાટ ઉતારી છે. નાનકડી આ દીકરીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું ડૉક્ટરોની પેનલમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં (postmortem report) સામે આવ્યું છે.

માતા,પિતા,દાદા,દાદી સામે ફરિયાદ

જે બાદ પોલીસે આ અંગેની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે માતા પટેલ રીનાબેન હાર્દિકભાઇ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ, દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ સામે ફરિયાદ નોંધી છે. આ દીકરીનું નામ મિષ્ટી રાખ્યું હતું. આ ઘટના આશરે એક વર્ષ પહેલાની છે.

આ આખા બનાવમાં પ્રકાશ પાડતા પોલીસે જણાવ્યું કે, કડી પોલીસ સ્ટેશનમાં એક બાળકીનું 22-12 -2019ના રોજ અકસ્માતે મોત જાહેર થયું હતું. જેમા મિષ્ટી નામની એક માસ અને બે દિવસની દકરીના ગળાના ભાગે લાલ ચિન્હો હતા અને તેના મૃત્યુંની જાહેરાત થઇ હતી. જે બાદ પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને પેનલમાં અમદાવાદ ખાતે પીએમ કરાવવામાં આવ્યુ હતું.

પોલીસે વધુમાં જણાવ્યું કે, પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને મોત નીપજાવવાની હકીકત બહાર આવી. જેથી આ અંગે ફરીયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ બાળકીની માતા, પિતા, દાદા, દાદી સામે કરવામાં આવી છે. તપાસ હાલ ચાલુ છે. પ્રાથમિક ધોરણે જોતા એક દીકરી હોવાથી બીજી દીકરીની હત્યા કરી હોવાનું જણાય છે. પરંતુ આ કેસમાં આરોપીની પૂછપરછ કરવામાં આવશે.

પરિવાર અચાનક થયો ગૂમ

પોલીસ દ્વારા આ ફરિયાદ ગઇકાલે રાતે નોંધવામાં આવી હતી. આજે એટલે રવિવારે પણ આ પરિવાર ઘરે જ હતો પરંતુ અચાનક આ પરિવાર ગાયબ થઇ ગયો છે અને ઘરમાં તાળા લાગેલા છે. આ ઘટના પ્રકાશમાં આવતા આસપાસના રહેવાસીઓમાં પણ ગળગળાટ શરૂ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો