રીપોર્ટ: ગ્લોબલ વોર્નિંગની ભયાનક અસરઃ દરિયામાંથી બહાર આવેલું કચ્છ 2050 સુધીમાં ફરી પાણીમાં ગરકાવ થશે!

ગ્લોબલ વૉર્મિંગના કારણે દક્ષિણ અને ઉત્તરધ્રુવના ગ્લેશિયર પીગળી રહ્યાં છે. જેના પરિણામ સ્વરૂપ દુનિયાભરમાં દરિયા કિનારે આવેલા શહેરોમાં ભવિષ્યમાં પુરનો ખતરો છે. એક નવા સંશોધન પ્રમાણે 2050 સુધીમાં ભારતના મુંબઇ અને કોલકોત્તા જેવા શહેરોમાં સમુદ્રના પાણી ફરી વળે તેવી શક્યતા છે. ચોંકાવનારી વાત એ છે કે આ રીપોર્ટમાં કચ્છ માટે પણ લાલબત્તી છે. કારણકે કચ્છની ચારે બાજુ સમુદ્રના પાણી આવી ચડે તેવું બતાવાયું છે. સમુન્દ્ર કાંઠે આવેલા કચ્છના શહેરો અને ગામો તો ઠીક કચ્છ અને ભારતના સૌથી મોટા બંદરો કંડલા અને મુન્દ્રા સુધી સમુદ્રના પાણી પહોંચી આવે તેવું બતાવાયું છે.

અમેરિકા સ્થિત એક સંસ્થા ક્લાઇમેટ સેન્ટ્રલ દ્વારા આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે તાજેતરમાં નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશીત થયો છે. જેમાં વર્ષ 2050 સુધીમાં સમુદ્ર કાંઠા આવેલા વિસ્તારો પૂરમાં ગરકાવ થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. એકવીસમી સદીના ગાળામાં વૈશ્વિક દરિયાઇ સપાટી લગભગ 2 થી 7 ફુટ વધવાની સંભાવના છે. આ રીપોર્ટમાં કચ્છ માટે લાલબત્તી બતાવામાં આવી છે. રીપોર્ટમાં કચ્છ 2050 સુધી ગંભીર તટવર્તી પૂરનું જોખમ હેઠળ છે. સંશોધન સૂચવે છે કે ભારતના પશ્ચિમ કિનારે ઉત્તર તરફ ગુજરાતના મોટાભાગના કિનારાઓ પૂરના જોખમમાં છે. દરિયાકાંઠાની પૂરની સંભાવના કચ્છ અને ખાંભાતના અખાત વિસ્તાર પર કેન્દ્રિત છે.

કચ્છના આ વિસ્તારો સુધી સમુદ્રી પાણી પહોંચશે તેવી ભીતિ

રીપોર્ટ પ્રમાણે કચ્છનો મોટો અને નાનો રણ સંપૂર્ણ પણે દરિયાના પાણી ભરાઇ જશે. પશ્ચિમની આંતરરાષ્ટ્રીય બોર્ડર લખપતથી લઇને પૂર્વમાં માળીયા સુધીના દરિયાઇ પટ્ટીમાં પાણી આગળ આવી જશે. ચોંકાવનારી વાત એ છે કે કંડલાને આ પૂર ક્ષેત્રમાં બતાવાયું છે. છેક ગાંધીધામ સુધી પૂરના પાણી આવી શકે તેવી ભીતિ છે. પશ્ચમ અને બન્નીના ગામો પણ પૂરના જોખમ હેઠળ છે. જેમાં ધોરડોનો પણ સમાવેશ થાય છે. લખપત, નારાયણસરોવર, જખૌ, માંડવી, મુન્દ્રા સહિતના વિસ્તારોમાં પૂરનો ખતરો છે. અથવા પૂર આવી શકે છે તેવું જોખમ બતાવાયું છે. દરિયા કિનારે આવેલા અનેક ગામો પણ તેમાં આવી જાય છે.

ભારતના આ વિસ્તારોને વધુ જોખમ

ભારતના અનેક વિસ્તારોને પૂરનો ખતરો છે. મહાનગર મુંબઈ અને કોલકાતામાં 2050 સુધી પૂર આવવાનું જોખમ છે. કોલકાતાની આજુબાજુના વિસ્તારો સુંદરવન અને ઓડિશાના મહાનદી નદી ડેલ્ટાથી મ્યાનમાર સુધીના સંપૂર્ણ દરિયાકિનારો જોખમમાં છે. પશ્ચિમ કાંઠે કેરળ અને ગોવાના નીચાણવાળા વિસ્તારો પણ દરિયાકાંઠાના પૂર જોખમ ક્ષેત્રમાં આવે છે. આ તમામ વિસ્તારોમાં આગામી ત્રણ દાયકામાં સમુદ્રી પાણી ફરી વળે તેવી ભીતિ દર્શાવવામાં આવી છે. સંસ્થાએ ઉપગ્રહ તથા જમીની સ્તર પર આકલન કરી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પૂરના પાણી વધવાના કારણે માળખાકીય નુકસાન થવાની સાથે લાખોની સંખ્યામાં લોકોને હીજરત કરવાનો વારો આવે તેવી શક્યતા છે.

શા માટે સમુદ્રનું જળસ્તર વધે છે ?

સમુદ્રનું જળસ્તર વધવું એ હવામાન પલટાના ઘણા જોખમોમાંનું પૈકીનું એક છે. જેમ-જેમ માનવીઓ ગ્રીનહાઉસ વાયુઓથી વાતાવરણને પ્રદૂષિત કરે છે, તેમ પૃથ્વી ગરમ થાય છે. જેનાથી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તથા અન્ય પ્રદેશો પરની બરફની ચાદરો અને હિમનદીઓ ઓગળે છે. અને સમુદ્રનું પાણી પણ ગરમ થાય છે, જેના કારણે વરસાદ વધે છે. જેના પરિણામે વિશ્વના મહાસાગરોનું પ્રમાણ વધી રહ્યું છે. ભવિષ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પુરના પાણી ચડી આવે તેવી શક્યતા છે.

કચ્છ તો દરિયામાંથી જ બહાર આવેલો ભૂભાગ છે

અબજો વર્ષ જુની ભૂસંપદાને સંઘરીને બેઠેલો કચ્છ હજારો વર્ષ પહેલા સમુદ્ર હતું તે વાત જાણિતી છે. જ્યારે ભારતીય ખંડ એશિયા સાથે અથડાયું અને હિમાલય પર્વતનું નિર્માણ શરૂ થયું ત્યારે જ કચ્છનો ભૂભાગ સમુદ્રમાંથી બહાર આવ્યું તેવું ઇતિહાસકારોનું માનવું છે. કચ્છના સૌથી ઊંચા કાળા ડુંગર પરથી પણ સમુદ્રી જીવોના અશ્મિઓ મળી આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો