આ ખેડૂત પાસે છે અધધ… 150થી વધુ વિન્ટેજ કાર- ટ્રેક્ટરનું કલેક્શન, તસવીરો જોઈને કહેશો અરે વાહ..

મિત્રો ખેડૂતોને ખેતીની સાથે સાથે કૈક પ્રવૃત્તિ ના શોખ પણ હોય છે. આજે અમે એક એવા ખેડૂત માંથી ઉદ્યોગપતિ બનેલા વ્યક્તિ વિશેષ ની વાત કરીશું જેઓ ખુબ શ્રીમંત હોવા છતાં સાદાઈથી જીવન જીવે છે. અમે વાત કરી રહ્યા છીએ મૂળ સૌરાષ્ટ્રના અને સુરતના કામરેજમાં સ્થાયી થયેલા કાંતિભાઈ પટેલની, કે જેઓ કે કે કામરેજ ના હુલામણા નામથી સુરતમાં જાણીતા છે. જેઓ એક સફળ ખેડૂત છે. અને તેમને જુનવાણી ગાડીઓ, ટ્રેકટર, ટેમ્પો વગેરે નું કલેક્શન કરવાનો ગજબનો શોખ છે. આજે અમે તેમને એકઠા કરેલા કલેક્શનની થોડી તસવીરો બતાવીશું જે જોઈને તમે પણ ચોંકી જશો…

કે કે કામરેજ સાથે નજીકથી જોડાયેલા રમેશભાઈ ભાદાણીના જણાવ્યા અનુસાર કે કે કાકા પાસે ૧૬૮ વિન્ટેજ કારોનું કલેક્શન છે. માત્ર વિન્ટેજ કાર નહીં પરંતુ ૧૬૮ ઉપરાંત બાઇક અને એન્જીનનું કલેક્શન પણ છે.

તેઓ રશિયા, બેલારૂસ સહિતના દેશોમાંથી ટ્રેક્ટર ખરીદી લાવ્યા છે.

તેમની પાસે બંદૂક, જૂની કરન્સી અને અનેક દસ્તાવેજોનો સંગ્રહ પણ છે.

વિશ્વમાં દુર્લભ ગણાતી ૧૨૭ કારનો સંગ્રહ છે. જેની ઉંમર ૧૦૭થી ૬૯ વર્ષની છે. આ કલેકશનમાં વડોદરાની દવાની ઉત્પાદક કંપનીના માલિક દ્વારા ખાસ પ્રમુખ સ્વામી મહારાજ માટે ઉપયોગમાં લેવાતી વિન્ટેજ કાર, પોપ દ્વિતીય દ્વારા ભારત પ્રવાસ દરમિયાન ખાસ વિમાનમાં લાવવામાં આવેલી કોન્ટીનેન્ટલ કંપનીની બે કાર.

તેમજ ડોન મૂવીમાં અમિતાભ બચ્ચને વાપરેલી રેડ ફોર્ડ એલટીડી કાર, ઈમરાન હાશ્મીએ વન્સ ઓપન એ ટાઈમ ઈન મુંબઈ ફિલ્મમાં વાપરેલી કાર ઉપરાંત રાજેશ ખન્નાની વિન્ટેજ કારનો પણ સમાવેશ થાય છે. આ કારોના મેઇન્ટેનન્સ માટે ખાસ વર્કશોપ પણ બનાવ્યું છે.

દ્વિતીય વિશ્વ યુદ્ધમાં મિસાઈલને યુદ્ધ સ્થળ સુધી લઈ જવા માટે વપરાશમાં લેવામાં આવેલી બે ટ્રક પણ છે. સંગ્રહમાં ૯ ટ્રેક્ટર અને ૧૫ ટુ-વ્હીલર ઉપરાંત બે એર એન્જિન પણ છે. ડીઝલની શોધ ન થઈ હતી ત્યારે એર એન્જિન વપરાશમાં લેવાતા હતા. હવાનું દબાણ ઉભું કરી આ એન્જિન શરૂ કરાતા હતા.

 

 

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો