જ્યોતિષીઓ પાસે જનારાઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો, તમારા ભાઇ પર કોઈએ વિધિ કરી છે કહીને દોઢ લાખ પડાવી લીધા

તમારા ભાઈ પર કોઈએ વિધી કરી બકરાની કલેજી ખવડાવી દીધી હોય તે બીમાર રહે છે, તેમ કહી બીલીમોરાના પરિવાર પાસે સુરતના જ્યોતિષિઓએ દોઢ લાખ પડાવી લીધા હતા.

મળતી માહિતિ મુજબ ધમડાછા ખાતે પરણેલી પન્નાબેન જતીનભાઇ પટેલે બીલીમોરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીના માતા વાસંતીબેન અને પિતા મોહનભાઇ રણછોડજી પટેલ ભાઠા ગામના રાંભલ વડ ફળીયા ખાતે તેના ભાઇ પિયુષ સાથે રહે છે, અખાતી દેશમાં કામ ના ફાવતા પરત ફરેલો પિયુષ ટ્રેકટર પરથી પડી જતા માથામાં ઈજા થઈ હતી.

ત્યારબાદ તેને માનસિક અસર થતાં તે માતા-પિતા સાથે ઝગડો કરતો અને તોફાન કરતો હતો. હાલત વધુ બગડતાં તેણે જયોતિષ પાસે જવું છે તેમ જણાવ્યું હતું. જેથી તા.૧૯ ના રોજ ભાઇએ ટીવી પર નિલકંઠ જયોતિષ(-સુરત ઉધના ત્રણ રસ્તા પાસે, દેનાબેંક પાસે)ની જાહેરાત જોતાં તા.૧૧-૯-૨૦૧૯ ના રોજ સરનામે ગયા હતા. જયાં પ્રકાશ મોહનલાલ જોષીએ ભાઇના માથા પર નારિયેળ ફેરવી જણાવ્યું હતું કે તેનામાં કોઇની આત્મા છે, તેમણે વિધિ કરી પિયુષને કોઇએ બકરાની કલેજી ખવડાવી દીધી હોવાથી બીજી વિધિ કરવી પડશે, જે રુ. ૩૭,૬૦૫ જેટલો ખર્ચ થશે.

તા.૧૬ મીના રોજ પ્રકાશભાઇ અને બીજા માણસો મારા માતા-પિતાને ત્યાં આવેલા અને તમારા ઘરમાં રુ.૫૬ કરોડનું ધન છે, જે વાંઝીયા લોકોનું છે એમ જણાવી વિધિ માટે રુ.૧,૫૦,૦૦૦ લાખનો ખર્ચો થશે એમ જણાવ્યું હતું. તેણીના પિતાએ એક મંગળસુત્ર-અને બે સોનાની ચેઇના અને માતાએ રુ.૭૫૦૦ આપ્યા હતા. તે ડબ્બામાં નાખ્યા હતા. ત્યારબાદ ડબ્બો ખોલી જોતાં કઈ ના હતું.

જેથી તા.૧૯ મીના રોજ પન્નાબેને પ્રકાશભાઇને પૈસાની સગવડ થઇ ગઈ હોય ગણદેવી ચાર રસ્તે આવી લઇ જાઓ તેમ કહી ગણદેવી પો.સ્ટે.માં જઈ હકીકત જણાવી હતી. જેથી એક પોલીસને સાદા વેશમાં મોકલ્યા હતા અને ગણદેવી સતી માતા પાસે પ્રકાશભાઇને ફોન કરી બોલાવતા (૧) પ્રકાશભાઇ મોહનલાલ જોષી(૨) ગોપાળભાઇ મુન્નાલાલ જોષીને પકડી ગણદેવી પો.સ્ટે. લઇ ગયા હતા.

આમ ભાઇને માનસિક બિમારીથી સારો કરી આપવાનો ભરોસો આપી વિધિના બહાને રુ.૮૨,૫૦૦ તથા બે સોનાની ચેઇન અને મંગળસુત્ર કિં.આશરે રુ.૭૦ હજાર મળી કુલ રુ.૧,૫૨,૫૦૦ ની છેતરપીંડી કરાયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બંન્ને જણાંની ધરપકડ કરી તમામ મુદામાલ જપ્ત કર્યો છે. જેઓને પોલીસે કોર્ટમાં રજુ કરતાં તેઓનો જામીન પર છુટકારો થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો